ભારતીય જનતા પાર્ટીએ સંઘના પ્રચારક અને જાણીતા પ્રખર સંઘ પ્રચારક રામ માધવ ને જમ્મુ કાશ્મીર નો પ્રભાર સોંપ્યો છે. 2014 થી 2020 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તેમણે કામગીરી કરી છે 2015માં પીડીવી સાથે ગઠબંધન સમયથી તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનીતિની કોને સમગ્ર દેશ અને દુનિયાએ જાણી છે.
રામ માધવનો જીવન પરિચય..
રામ માધવ નો જન્મ 22 ઓગસ્ટ 1964 ના રોજ અમલપુરમ આંધ્રપ્રદેશ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ વારાણસી રામ માધવ છે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ માં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પોલિટિકલ સાયન્સમાં કર્ણાટકની મૈસુર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તેમણે બાલ્યકાળથી જ સંઘ સાથે જોડાઈને પોતાનું જીવનકાળ વ્યતીત કર્યો છે સંઘના પ્રચારક તરીકે જીવન વિતાવી રહ્યા છે સંઘના પ્રવક્તાથી માંડીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુધીનો સફળ તેમણે ખેડ્યો છે.
એમજી વૈદ્ય સંઘના પ્રવક્તા હતા ત્યારે 2003માં એનડીએ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી હતી. ત્યારબાદ રામ માધવ અને સંઘના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. સંઘમાં વૈચારિક રીતે નવા અભિગમ સાથે આગળ વધાવવામાં રામ માધવનો મહત્વનો ફાળો રહ્યો છે. સંઘના પ્રચારક તરીકે તેમણે ચીન ઈરાન તેમજ વિવિધ દેશોમાં પ્રવાસો કરીને હિંદુત્વની વાતોને હિન્દુ વિચારધારાના પ્રચાર પ્રસાર અને સંઘની વિચારધારા ના આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
2014માં નરેન્દ્ર મોદી એ તેમને રાજ્ય બ્રેકઅપ આપ્યો..
અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રામ માધવને સંઘના પ્રવક્તામાંથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બનાવ્યા હતા અને તેમને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવ્યા હતા ત્યારબાદ તેમણે પૂર્વ તરફ રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા હતા અસમમાં ત્રિપુરા મણીપુરમાં પણ તેમણે ખૂબ મહેનત કરી હતી 2016માં અસમમાં સરકાર બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો સેવન સિસ્ટર્સ ઘણા હતા પૂર્વતર રાજ્યોને એવી રીતે તેમણે સ્ટડી કર્યા કે જેનાથી આજે પણ ભારતીય જનતા પાર્ટી પગ પેસરો કરી ચૂકી છે એ તેમનું યોગદાન છે.
370 અને 35a હટાવવામાં રામ માધવનું મહત્વનો ફાળો રહ્યો છે.
2014માં ભાજપ ની વિરુદ્ધ વિચારધારા ધરાવતી પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું. જેમાં 87 માંથી 25 બેઠકો લાવ્યા હતા એવા ભાજપને ગઠબંધનની સરકાર પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. 23% વોટ શેર સાથે 25 વિધાનસભા બેઠકો 2014માં રામ માધવ ના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટીને મળી હતી. 2018માં ગુજ પડતા ભાજપે ટેકો ખેંચી લીધો હતો અને મહેબુબા મુક્તિની સરકાર તૂટી પડી હતી? ફરીથી નેશનલ કોન્ફરન્સ સાથે વાટાઘાટો કરીને રામ મા દવે પોતાની રણનીતિ ગોઠવી હતી પરંતુ સરકાર બની શકી નહોતી. અને 2018માં બંધારણીય રસ્તો કાઢીને રામ માધવ અને તેમની ટીમ દ્વારા 370 અને 35 એ હટાવીને ઐતિહાસિક ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના ચૂંટણી ઢંઢેરા ને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રામ માધવ કેવી રીતે બનશે હુકમનો એક્કો..
રામ માધવ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ જીજ્ઞાસુ અભ્યાસુ નેતા તરીકે ઊભી કરીને આગળ આવ્યા છે 2014 થી તેમનામાં જમ્મુ કાશ્મીર અને પૂર્વ તરફ રાજ્યો વિશે ઝીણવટ ભરી સ્ટડી કરી છે. હાલ જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પીડીપી અને એન સી તથા અપક્ષ વચ્ચે જંગ જમવાનો છે જેમાં જમવામાં ભારતીય જનતા પાર્ટી 43 માંથી 30 બેઠકો લાવી શકે તેવા સમીકરણો રચાઈ રહ્યા છે. ચૂંટણીની સાથે કેવા પ્રકારના ચૂંટણી પ્રચાર કરવા અને કોની સાથે પોસ્ટ પોલ ઇલેક્શન જોડાણ કરી શકાય તેના માટેની શક્યતાઓ તપાસવાની કામગીરી હમણાંથી જ રામમાં દવે શરૂ કરી છે. જમ્મુ સિવાય કાશ્મીર વિસ્તારની વિધાનસભા બેઠકોમાં અપક્ષ ઉમેદવાર સાથે કેવા પ્રકારની જોડાણ કરી શકાય અને કેવી સફળતા મેળવી શકાય તેના માટેનું અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં કેવા પ્રકારનું રાજ્ય ગઠબંધન થઈ શકે??
જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીને 30થી વધુ બેઠકો મળવાની શક્યતાઓ છે જેમાં પૂર્વ એલાન્સનો ભાગ ગણાતા પીડીપીની સ્થિતિ હાલ કાશ્મીર ખીણમાં ગંભીર છે તેવા સંજોગોમાં પીડીપી જો સારો દેખાવ કરે તું ભારતીય જનતા પાર્ટી અને પીડીપી બંને મોટી પાર્ટીઓ તરીકે આગળ આવી શકે તેવી શક્યતાઓ છે ત્યારે પીડીપી સાથે કેવા પ્રકારનું ગઠબંધન કરી શકાય રાશિ એન્જિનિયર અને તેમના અપક્ષ ઉમેદવારો સાથે કેવા પ્રકારનો જોડાણ અને સમજો તો કરવામાં આવે તો ચૂંટણીમાં વધુ બેઠકો મળે તેવી શક્યતાઓ તપાસવાની શરૂઆત થઈ છે.
ઇન્ડિયા ફાઉન્ડેશન રામ માધવ નો મહત્વનો પ્રોજેક્ટ…
ઇન્ડિયા ફાઉન્ડેશન નામનું સંગઠન બનાવીને સમગ્ર દેશની એકતા અખંડિતતા અસ્મિતા અને ઇતિહાસની જોડવાનો અને ભેગો કરવાનો તથા દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો મહત્વનો અભિગમ રામ માધવ અને તેમની ટીમ દ્વારા અપનાવવામાં આવ્યો છે એમાં પણ રામ માધવ અને અજીત ડોભાલ જેવા મોટા ગજાના વિચારકોએ ઇન્ડિયા ફાઉન્ડેશનને આગળ વધારવાનું મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
રામ માધવની લાક્ષણિકતાઓ…
રામ માધવ સંઘના પ્રચારક ની સાથે અભ્યાસ નેતા તરીકે ના તેમનામાં લક્ષણો રહેલા છે. ઓછું બોલવું અને ક્રિયાત્મક કામ કરવું જે વિસ્તારનું કામ સોંપવામાં આવે તેના પર પૂર્ણતઃ સ્ટડી કરીને શક્યતાઓ તપાસવાનું અને ચકાસવાનું કામ તેમના દિમાગમાં છુપાયેલું હોય છે. હાલમાં પ્રિ પોલ અને પોસ્ટ પોલ રાજકીય શક્યતાઓ ચકાસવું તેમજ ગઠબંધનની શક્યતાઓ અને સંભાવનાઓની શોધખોળ મા રમવા દઉં વ્યસ્ત બની ગયા છે. નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ વખતે પણ મોટા કાર્યક્રમો યોજીને ભારતીયોને ભેગા કરવાનો શ્રેય અને સફળ બનાવવાનું કામ તેમના ફાળે જાય છે. એક વિચારક લેખક અને શુદ્ધ દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ વિચારસરણી તેમની ઓળખ બની ગઈ છે જમવું અને કાશ્મીરમાં પણ 90 વિધાનસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ બેઠકો મળે તેના માટેનો રોડ મેપ અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રામ માધવનો 2014 થી 2020 નો કાર્યકાળ નું તલસ્પર્શી અનુભવ ભારતીય જનતા પાર્ટી માટે કેટલો સફળ રહે છે તેના પર સૌ કોઈની નીટ મંડાયેલી છે…
એક કાર્યકર્તા પાંચ પરિવારનો રાજકીય મંત્ર …
જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અમિત શાહ રાજ્યના સિંહ જેપી નરોડા જેવા રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસો થઈ ચૂક્યા છે વિકાસ 370 કલમનાબૂદ કરવી 35 એ નાબૂદ કરવી તથા વિકાસના મુદ્દા સાથે યુવાનોને જોડવાનો પ્રયાસ ના વચનો આપવામાં આવ્યા છે. જેમાં એક કાર્યકર્તા પાંચ પરિવારને મતદાન કરાવે તેવો મહામંત્ર અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો છે. સાથે જમ્મુ કાશ્મીરના પ્રભારી અને સહ પ્રભારી એવા રામ માધવ અને જીકિશન રાત દિવસ જોડ તોડ ની રાજનીતિમાં વ્યસ્ત બન્યા છે. બંને નેતાઓનો ડેરો નેશનલ કોન્ફરન્સ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસ તથા અન્ય સ્થાનિક રાજકીય પક્ષો માટે પડકાર સાબિત થવાનો છે.