Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»જમ્મુ કાશ્મીર ચૂંટણી : બીજો તબક્કો 26 બેઠકો
જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર ચૂંટણી : બીજો તબક્કો 26 બેઠકો

જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં મતદાનના આંકડા ચૂંટણી પ્રચાર અને ત્યાંની રાજકીય સ્થિતિ વિશે જાણવાની લોકોમાં ઉત્કંઠા જાગી છે દિવસે રાજકારણ ઘરમાં રહ્યું છે એમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં 43 બેઠકો અને કાશ્મીર રીજનમા ૪૭ બેઠકો તો આવેલી છે એમાંથી 26 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે
Nilesh GamitBy Nilesh GamitSeptember 24, 2024Updated:September 24, 2024No Comments6 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જમ્મુ કાશ્મીરમાં હવે બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરના દિવસે યોજવાનું છે જેને લઇને રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ એસટી ઉમેદવારો મેદાનમાં પડ્યા છે ખાસ કરીને પ્રથમ વખત રિઝર્વેશન આપીને વિધાનસભા ચૂંટણીમાં નવા જ પ્રકારનો કીમ્યો આજમાવવામાં આવ્યો છે સમગ્ર કાશ્મીરને ન્યાય આપવા માટેનો પ્રયાસ થયો છે એમાં એસસી એસટી ઓબીસી રિઝર્વ સીટો રાખવામાં આવી છે જ્યારે કાશ્મીરી પંડિતો માટે પણ ભારતીય જનતા પાર્ટીએ બે સીટ રિઝર્વ રાખી છે

પહેલા તબક્કાના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો…

પહેલા તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બર પૂર્ણ થયું છે જેમાં મોટાભાગની વિધાનસભા બેઠકો જમવુંરી જનની હતી એમાં ભારતીય જનતા પાર્ટી એ પોતાનો દાવો રજૂ કર્યો છે એમાં ભાજપ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે કાંટાની ટક્કર જામી હતી જેમાં અપક્ષ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવવાના છે હવે બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરના દિવસે યોજાશે.

બીજે તબક્કાની શું છે વિશેષતાઓ..

બીજા તબક્કામાં મોટાભાગની વિધાનસભા બેઠકો કાશ્મીરની છે જેમાં 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે મોટાભાગની કાશ્મીરની હોવાના કારણે ટક્કર જમવાની છે નેશનલ કોન્ફરન્સ મજબૂત દાવો કરી રહી છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં તેમને સારા વોટ મળ્યા છે જ્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી મહેબૂબા મુફ્તી ની હાલત નાજુક જણાવી રહી છે. ખાસ કરીને કાશ્મીરની જન્મમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે અપક્ષ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવવાના છે જેમાં રાશિદ એન્જિનિયર નો પ્રભાવ સૌથી વધુ રહેવાનો છે અપના દલ પણ પોતાનો દાવો આજમાવી શકે છે કાશ્મીર રિઝનમાં છેલ્લા ઘણા સમયથી મતદાનને લઈને લોકોમાં ઉત્સુકતા જાગી છે.

બીજા ચરણના મતદાનની વિધાનસભા બેઠકો

કાશ્મીર રીજન…15 બેઠકો..

કંગન, ગાંદરબ્લ ,હજરત બલ, ખાનિયાર, હબ્બા કદલ, લાલચોક, ચન્નાપુરા, જડીબલ, ઈદગાહ, સેન્ટ્રલ સાલ ટેગ, બડગામ , બિરવાહ, ખાનસાહિબ , ચરાર એ શરીફ, યદુરા.

જમ્મુ રીજન.. 11 બેઠકો..

ગુલાબગઢ, રિયાસી, શ્રી માતા વૈષ્ણોદેવી, કાલાકોટ સુંદરબાની, નવશેરા, રાજોરી, બુદ્દલ, થાના મંડી, સુરન કોટ, , પૂંછ હવેલી, મેઢર…

કાશ્મીર રિઝનમાં અત્યાર સુધી વોટીંગ પેટર્ન અલગ હતી મતદાન ઓછું થતું હતું.

જમ્મુ રીજનમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો દબદબો માનવામાં આવે છે સાથે કાશ્મીર રિજનમાં વોટિંગ પેટર્ન કંઈક અલગ પ્રકારની છે વર્ષોથી કાશ્મીર રીઝનમાં મતદાનનો આંકડો ઓછો રહેતો હતો ખાસ કરીને અલગ આવવાદી નેતાઓનો ઇન્ટરફિયર સૌથી વધુ રહેતો હોવાના કારણે લોકો મતદાનથી અળદા રહેતા હતા અને એક અલગ ચોકો રચીને અલગાવવાદી નેતાઓએ પોતે જીત માટેના સમીકરણો સેટ કર્યા હતા. હાલ નવા સીમાંકનના કારણે સમીકરણો બદલાય અને સૌથી વધુ મતદાન થાય તેવા પ્રકારના પ્રયાસો ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી તથા તમામ રાજકીય પક્ષો દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે કાશ્મીરમાં સૌથી વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેનો સીધો ફાયદો લોકશાહીને મજબૂત કરવા માટે થઈ શકે.

જમ્મુ કાશ્મીરની એસ.ટી વિધાનસભા બેઠકો બહુમતી માટે નિર્ણાયક રહેશે.

બીજા તબક્કાની 25 વિધાનસભા બેઠકો પર 25મી તારીખે ચૂંટણી યોજવાની છે જેને લઈને ચૂંટણી પડઘમ શાંત થઈ ચૂક્યા છે. બીજા તબક્કામાં એસટી રિઝર્વ વિધાનસભા બેઠકો પર અપક્ષ ઉમેદવારોની બોલબાલા વધારે છે અને પ્રોક્ષી ઉમેદવારો ની બોલબાલા વધી છે તેવા સમયે કોણ કઈ પાર્ટી માટે લડી રહ્યું છે તે હજુ નક્કી થઈ શક્યું નથી જેને લઇને નેશનલ કોન્ફરન્સ અને પીડીપી અસ મંજસમાં મુકાયા છે જ્યારે રાશિદ અલી એન્જિનિયર અપના દલ જેવી નાની પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો 46 ના બહુમતીના આંકડાને પાર કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે વધુ મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો થઈ શકે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.

ભાજપના રામ માધવ અને જી કિશન રેડ્ડી સૌથી વધુ પ્રવાસો કાશ્મીરવેલીમાં કરી રહ્યા છે.

કાશ્મીર ની રાજનીતિના ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તરીકે રામ માધવ ઉભરીને આગળ આવ્યા છે તેમણે જમ્મુ કાશ્મીર તથા પૂર્વતર રાજ્યોમાં જે રાજકીય ચાલ ચાલી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે અને પાંચથી વધુ રાજ્યમાં તેમના કારણે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે પૂર્વતર રાજ્યની સમસ્યાઓ પણ તેમના કારણે જ હલ થઈ છે એનએસસી એન જેવા કાયદાઓ બનાવીને સમજોતાઓના પાઠ તેમને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે ભણાવ્યા છે જેના ફાયદા ભારતીય જનતા પાર્ટીને થયા છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પણ જી કિશન રેડની સાથે મળીને રામ માધવ સૌથી વધુ પ્રવાસો ભાજપ કાશ્મીરવેલીમાં નબળી છે ત્યાં સૌથી વધુ પ્રયાસો કરી રહ્યા છે અને આંતરિક રીતે અપક્ષ ઉમેદવારો સાથે ગઠબંધન કરીને જરૂર પડે બહુમતી માટે તેમને સાથે લાવવા માટેના હમણાંથી જ પ્રયાસો શરૂ કરી દીધા છે.

કટરા જિલ્લાની વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે વોટ ફેવરિટ.

કટરા જિલ્લાની વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક નવી સીમાંકિત કરવામાં આવી છે જેમાં બારીદાર સમાજમાં આક્રોશની લાગણી અને અસંતોષ છે જેના કારણે પોતાનો ઉમેદવાર પણ મેદાને ઉતાર્યો છે 55000 મતદારો ધરાવતી આ વિધાનસભા બેઠક પર 15,000 જેટલા બારીદાર સમાજના લોકોની વસ્તી છે વૈષ્ણોદેવી એમના કુળદેવી ગણાય છે અને ત્યાં આવતી આવકમાંથી એમના સમાજ માટે આર્થિક સહાય આપીને મદદરૂપ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. 15 થી વધુ ગામોબારીદાર સમાજના છે અને 1986 થી srihine બોર્ડ સાથે વિવાદો ચાલી રહ્યા છે એ વિવાદોને થાળી પાડીને ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરશે.

જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનનો આંકડો જ નિર્ણાયક રહેશે..

જમ્મુ કાશ્મીર વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાની વિધાનસભા બેઠકોમાં કેટલું મતદાન થાય છે તેના પર સૌ કોઈ મીટ મંડાયેલી છે કારણ કે સૌથી ઓછું મતદાન આ વિસ્તારોમાં થતું હતું અલગાવવાદીઓના દબાણ અને કેટલાક ઢાક ધમકી વાળા રાજકીય માહોલ વચ્ચે સૌથી વધુ મતદાન થાય એના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન થાય તેવી અટકણો પણ લગાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી જમવુંવેલીમાં ૩૦થી વધુ બેઠકો મેળવે તો કાશ્મીર વિસ્તારમાંથી જીતેલા વિધાનસભા સભ્યોને પોતાની સાથે લાવીને 46 ના બહુમતીના આંકડાને પાર કરવા માટે હમણાંથી જ રામ માધવજી કિશન રેડ્ડી તેમજ ભારતીય જનતા પાર્ટીનો ઉચ્ચ નેતૃત્વ કામે લાગી ગયું છે સાથે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પણ આંતરિક રીતે સર્વેની કામગીરીમાં જોડાઈ ગયા છે.

ઉંમર અબ્દુલાની થશે અગ્નિ પરીક્ષા..

પૂર્વ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા બે વિધાનસભા બેઠકો પર લડી રહ્યા છે જેમાં તેમને વાત કરવા માટે પીડીપી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે. ખડગામ વિધાનસભા બેઠક પરથી તેઓ લડી રહ્યા છે જેમાં તેમને સૈયદ મુંતજિર ટોપ ફાઈટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે બીજી ગાંદરબલ વિધાનસભા પર લડી રહ્યા છે જેમાં તેમને બસીર અહેમદ મીર અને ઇસ્ફાક જબ્બર ફાઈટ આપી રહ્યા છે… ગાંદર બલ એ તેમની પરંપરિક સીટ ગણાય છે જ્યાં ફારૂક અબ્દુલ્લા ત્રણ વખત નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને હવે ઉંમર અબ્દુલ્લા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

BJP jammu and kashmir Jammu Kashmir election
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

Breaking News : નવસારીથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર મળ્યું નવા મંત્રી મંડળમાં સ્થાન

October 17, 2025

વિસ્તરણની ઘડી… નવા મંત્રી મંડળમાં નવસારીના ધારાસભ્યોને મળશે સ્થાન! RC પટેલ, રાકેશ દેસાઈ અને નરેશ પટેલ કેમ મંત્રી પદ માટે ચર્ચામાં ? જાણો

October 16, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.