2024 માં ઇન્ડિયા ગઠબંધનને મળેલ સફળતા બાદ ઇન્ડિયા ગઠબંધન અતિ ઉત્સાહમાં જણાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનના ચાર રાજકીય પક્ષો જમ્મુ કાશ્મીરમાં મેદાને ઉતર્યા છે.
ઇન્ડિયા ગઠબંધન બન્યું હતું ત્યારે સ્થાનિક રાજકીય સમીકરણ નું સર્વે કરીને ગઠબંધનને ફાયદો કેવી રીતે મળી શકે અને ભાજપને તથા એનડીએ ને કેવી રીતે હરાવી શકાય તેના માટે યોજના બનાવવામાં આવી હતી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કોઈપણ એક પક્ષ એક બેઠક પર ચૂંટણી લડશે એવો સમજોતો અને યોજના બની હતી. 2024 લોકસભા ચૂંટણીમાં સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધનને મળી પણ ખરી. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનમાં થોડાક ઓપ્શન આવી ગયા છે. આંતરિક સમજૂતી ની સાથે હવે ઇન્ડિયા ગઠબંધનના જ પક્ષો વચ્ચે પણ સ્પર્ધા યોજાશે. એટલે કે ઇન્ડિયા ગઠબંધન નો ભાગ હોવા છતાં સામ સામે ઉમેદવારો ઊભા રાખી શકશે એવા પ્રકારનું નવું જ ગતકડું એટલે કે “મૈત્રી પૂર્ણ સ્પર્ધા” નામનું નવું સમીકરણ ઉમેરાયું છે જે ઇન્ડિયા ગઠબંધનને આંતરિક રીતે ખોખલું કરવાની શરૂઆત સમાન ગણી શકાય.
ઇન્ડિયા ગઠબંધને 90 વિધાનસભા બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ 22 સીટો પર લડશે કોંગ્રેસ 31 સીટો પર લડશે બંને પક્ષોએ સીપીઆઇએમ અને પેન્થર્સ પાર્ટીને એક એક બેઠકો આપી છે સાથે નવું જ સમીકરણ ઉમેરીને મૈત્રી પૂર્ણ સ્પર્ધા નામ આપવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ અને એન. સી. બંને ઇન્ડિયા ગઠબંધન નો ભાગ તો રહેશે પરંતુ સામ સામે ઉમેદવારો પણ ઊભા રાખશે જમ્મુ ના નગરોટા , બનિહાલ, ડોડા , ભાદરવાહ અને સોપોર બેઠક પર સામસામા ઉમેદવારો ઊભા રાખશે. જેને મૈત્રી પૂર્ણ સ્પર્ધા નામ આપવામાં આવ્યું છે.
મૈત્રી પૂર્ણ સ્પર્ધાનું ઇન્ડિયા ગઠબંધનને મોટું નુકસાન થઈ શકે.
ઇન્ડિયા ગઠબંધનના ભાગ હોવા છતાં સામ સામે સ્પર્ધા યોજવા માટે ઉમેદવારો સામે ઊભા રાખવા એ પણ પાંચ જેટલી વિધાનસભા બેઠકો પર. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થવાની છે. મૈત્રી પૂર્ણ સ્પર્ધા ના નામે જે સામસામા ઉમેદવારો ઊભા રાખવાની પ્રથા શરૂ થઈ છે એ ઇન્ડિયા ગઠબંધનમાં દરેક સ્ટેટમાં દરેક ચૂંટણી વખતે આવા પ્રકારની સ્થિતિ ઊભા થવાની શક્યતા વધી જાય છે જેના કારણે ઇન્ડિયા ગઠબંધનને મોટું નુકસાન પણ થઈ શકે.
ગઠબંધનનું મૈત્રી પૂર્ણ સ્પર્ધા એ માત્ર જમ્મુ કાશ્મીર માટે કે પછી તમામ રાજ્યમાં છૂટછાટ મળશે.??
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં જે રીતે પાંચ વિધાનસભા બેઠકો પર મૈત્રી પૂર્ણ સ્પર્ધાના નામે સામસામા ઉમેદવારો ઊભા રાખીને સ્પર્ધા યોજવાની પ્રથા શરૂ કરવામાં આવી છે એ પ્રથા હવે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણીઓ વખતે એક જિલ્લો પડી જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. પાંચ વિધાનસભા બેઠકો માટે સામ સામે ઉમેદવારો એ એન સી અને કોંગ્રેસ વચ્ચે સમાધાન ન થતા બંને પક્ષે કરવામાં આવેલી પહેલ કોંગ્રેસને અને ઇન્ડિયા ગઠબંધનને મોટું નુકસાન કરી શકે તેમ છે.