નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે ખુડવેલથી રાનકુવા તરફના રોડ પર હરણ ગામની સીમમાં કાવેરી નદીના બ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
પોલીસે મહિન્દ્રા એક્સ-મહિન્દ્રા ટેમ્પો (નંબર MH-15-JC-5840)ને રોકીને તપાસ કરી હતી. ટેમ્પામાં બનાવવામાં આવેલા ખાસ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 3,548 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹15,70,580 છે.
પોલીસે ₹10 લાખની કિંમતનો ટેમ્પો અને ₹4,000નો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત ₹26,75,580 થવા જાય છે. આ કાર્યવાહી દરમિયાન અર્જુન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
દારૂનો જથ્થો પૂરો પાડનાર ગબ્બર અને મુકેશ પાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશનમાં PI વી.જે. જોડજા, PI એસ.બી. આહીર, PI આર.એસ. ગોહિલ, PI ડી.એમ. રાઠોડ, PSI વાય.જે. ગઢવી, PSI એમ.બી. ગામિત અને એલસીબી નવસારીની ટીમે કામગીરી બજાવી હતી.