દક્ષિણ ગુજરાતની મહત્વની ગણતરી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, તાપી ઓરંગા મિઢોળા જેવી નદીઓના કાંઠે દીપડાઓની વસ્તી જોવા મળી રહી છે. જે માનવ જીવન માટે ખતરા રૂપ સાબિત થઈ રહી છે.
નવસારી જિલ્લામાં ખાસ કરીને શેરડી મોટા પ્રમાણમાં થાય છે અને એમાં પણ સૌથી વધુ નદીઓ નવસારી જિલ્લામાંથી પસાર થાય છે મીંડોળા પૂર્ણ અંબિકા અને કાવેરી નદીઓના તટવિસ્તારમાં શેરડીનો પાક મોટા પાયે લેવામાં આવે છે, અને દીપડાઓ માટે રહેણાંક માટેનું પ્રતિકૂળ વાતાવરણ હોવાના કારણે સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અંદાજે વન વિભાગની ગણતરી મુજબ 90 થી વધારે દીપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું પ્રાથમિક વસ્તી ગણતરીમાં બહાર આવ્યું હતું.
યુવતીને પગમાં ગંભીર ઇજાઓ થઈ
19 સપ્ટેમ્બર ના રોજ નવસારી બારડોલી માર્ગ પર નસીલપોર ગામે દિપડો ચાર ચકરી વાહન સાથે ભટકાતા ઘાયલ થઈ ગયો હતો અને ઘાયલ થયેલો દીપડો હોસમાં આવતા આજુબાજુમાં ઊભા લોકો પર હુમલો કર્યો હતો જેના કારણે એક યુવતીને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને જેને સારવાર આપવામાં આવી હતી.
દીપડાના હુમલાને હજુ માત્ર સાત દિવસ વીત્યા છે અને વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે ડુંગરી ફળિયામાં 10 વર્ષે બાળા પર દીપડાય રાત્રી દરમિયાન હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે જેને વાસદાની શ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
22 જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી મળી
બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે શ્રી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં સારવારમાં 22 જેટલા ટાંકા આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી મળી છે વન વિભાગની ટીમો દીપડાને પકડવા માટેની કામગીરી માં જોડાયા છે ત્રણ જેટલી વન વિભાગની ટીમો કામે લાગી છે નવસારી જિલ્લામાં ઉપરાજ છાપરી દીપડાઓના હુમલાને લઈને લોકોમાં માહોલ સર્જાયું છે એક સપ્તાહમાં બીજી વખત દીપડાના હુમલાને લઈને દીપડાઓના આતંક ના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
નવસારી જિલ્લામાં વારંવાર પાલતુ પ્રાણીઓ પર દીપડાઓનો હુમલો.
દીપડાઓની વધી રહેલી વસ્તી માનવ વસ્તી માટે ખતરો ઉભો કરી રહી છે એમાં પણ ખાસ કરીને માનવ વસ્તી નજીક રહેણાંક બનાવી ચૂકેલા દીપડાઓ પાલતુ પ્રાણીઓ જેમ કે ગાય ભેંસ મરઘી અને એવા અન્ય પાલતુ પ્રાણીઓ પર હુમલાના વારંવાર કિસ્સાઓ બનતા હોય છે એમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે.
નવસારી જિલ્લામાં ખેતરોમાં વસતા ખેડૂતોમાં ભયનો માહોલ.
નવસારી જીલ્લો ખેતીપ્રધાન જીલ્લો તરીકે પ્રખ્યાત છે અને ખાસ કરીને લીલોતરી અને હરિયાળી ધરાવતા નવસારી જિલ્લામાં ખેડૂતો મોટાપાયે રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી વાળવા માટે ખેતરોમાં મહેનત કરતા હોય છે તેવા સમયે દીપડાઓના હુમલા અગાઉ પણ બની ચૂક્યા છે ત્યારે ખેડૂતો માટે દીપડા ખતરાનું બની રહ્યા છે.
નવસારી જિલ્લા વન વિભાગ પાસે ડાર્ટ ગનની કમી
ગત સપ્તાહમાં નસીલપુર ગામે ઘાયલ દીપડો એક યુવતી પર હુમલો કરી ગયો હતો અને દીપડાને ઘાયલ કરવા માટે નવસારી જિલ્લામાં ડાર્ક ન હોવાના કારણે સુરત જિલ્લામાંથી ગન મગાવવામાં આવી હતી નવસારી જિલ્લામાં હજુ પણ દીપડાઓની વધતી વસ્તી છતાં વ્યવસ્થા કરવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે.
નવસારી જિલ્લામાં મોટાભાગના રેસ્ક્યુના કામોમાં સમાજસેવી સ્વયંસેવકો કામે લાગતા હોય છે.
નવસારી જિલ્લામાં જીવ દયા અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે બનેલા એનજીઓ દ્વારા વારંવાર વન વિભાગની જરૂર પડે સેવાઓ આપવા માટે તત્પર રહેતા હોય છે જેમાં નવસારી ગણદેવી વાંસદા ખેરગામ ચીખલી વિસ્તારમાં વન્ય પ્રાણીઓને બચાવવા માટે આગળ આવતી સમાજસેવકો વારંવાર વિભાગને મદદરૂપ થાય છે.
રેસ્ક્યુ માટેની જરૂરી સામગ્રી પણ વન વિભાગ સહિત એનજીઓ પાસે પણ ઉપલબ્ધ.
વન વિભાગને વારંવાર મદદરૂપ થતા સમાજ સેવી સંગઠનો અને વન્ય પ્રાણી સંરક્ષણ સાથે સંકળાયેલા સ્વયંસેવકો કેટલાક ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે અને રેસ્ક્યુમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તેમણે સાધન સામગ્રીઓ પણ વસાવી રાખી છે ખાસ કરીને દીપડા પકડવા માટે નેટની સૌથી વધુ જરૂર પડતી હોય છે.
દીપડા પકડવા માટેનું પાંજરું ગોઠવું પણ ખૂબ મહત્વનું અને એની પણ આવડત જરૂરી.
દીપડાને પકડવા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યાં દીપડા દેખાય છે એ વિસ્તારમાં ગામના સરપંચથી માંડીને અગ્રણી લોકો દ્વારા વન વિભાગને ફરિયાદ મળીએ વન વિભાગ દ્વારા દીપડા પકડવા માટે પાંજરા મુકવામાં આવે છે પરંતુ પાંજરામાં દીપડો પુરાય એના માટે મરણ મૂકવું અને મારણ ક્યાં કેવી રીતે અનુકૂળ વાતાવરણ અને સ્થળની પસંદગી કર્યા બાદ જ પાંજરૂ મૂકવામાં આવે છે એટલે કે દીપડો પકડવા માટે યોગ્ય સ્થળ અને મારણ મૂકવાની પણ જગ્યા ની પસંદગી કરવાની હોય છે.
માનવજી ઉપર હુમલો કરનાર દીપડાઓ માટે દક્ષિણ ગુજરાતમાં સુધાર સેન્ટરની કમી.
દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ સુરત અને વલસાડ જિલ્લાઓમાં દીપડાઓની સંખ્યા વધુ છે એમાં પણ નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડાઓ હોવાનું વસ્તી ગણતરીમાં બહાર આવ્યું છે તેવા સમયે દક્ષિણ ગુજરાતમાં માનવ પર હુમલા કરીને માનવ ભક્ષી બનવા તરફ જઈ રહેલા દીપડાઓને સુધારવા માટેના સેન્ટરોની નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કમી વન વિભાગ અને વન્ય પ્રાણી સંરક્ષણ સાથે સંકળાયેલા લોકોને સતાવી રહી છે ત્યારે વહેલી તકેદ દક્ષિણ ગુજરાતમાં આવું સેન્ટર શરૂ થવું જરૂરી છે જેનાથી દીપડાઓને માનવ પર હુમલો કરવાની ટેવ માંથી મુક્તિ આપી શકાય.
વન વિભાગના અધિકારીઓ પણ હવે દીપડાઓને લગતી માહિતી અને ટ્રેનિંગ લેવાનું પસંદ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વધી રહેલા દીપડાના હુમલાને દક્ષિણ ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે એને લઈને હવે દક્ષિણ ગુજરાતમાં નોકરી કરવા માટે આવતા લોકો અને ખાસ કરીને સરકારી વન વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ દીપડાને રેસ્ક્યુ કરવાથી માંડીને તેની ભૌગોલિક પરિસ્થિતિ અને તેને લગતી માહિતીઓ મેળવતા થઈ ગયા છે અને ખાસ કરીને અધિકારીઓ ટ્રેનિંગો પણ લઈ રહ્યા છે એનજીઓના સ્વયંસેવકો પણ આ બાબતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને કેટલાક દીપડો પકડવાની કુશળ ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે જે નવસારી જિલ્લામાં દીપડાને રેસ્ક્યુ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
દશેરા થી શેરડીની કાપણી શરૂ થશે ત્યારે હજુ વધુ પ્રમાણમાં દીપડાઓ દેખાશે.
ખાસ કરીને દીપડાઓ નદી કિનારે અને શેરડીના ખેતરોમાં રહેણાંક બનાવીને બેઠા હોય છે તેવા સમયે દશેરાથી શરૂ થતી સુગરો દ્વારા શેરડીની કાપણી વખતે મજૂરોને દીપડા દેખાવાના બનાવ બનતા હોય છે અને હુમલા પણ થતા હોય છે ત્યારે હવે નજીકના સમયમાં શેરડીનું કટીંગ શરૂ થશે અને દીપડાઓ બાબતે ઉહાપો શરૂ થશે.