નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામના સ્કૂલ ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાની અવરજવર જણાઈ રહી હતી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.
આ અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરી ચિરાગભાઈના મરધા ફાર્મ નજીક સ્કૂલ ફળિયાના સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારે પાંજરામાં અંદાજે ચાર વર્ષનો દિપડો શિકારની શોધમાં ફસાઈ ગયો. દિપડો પાંજરે પુરાતા તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી.
વનવિભાગે દિપડાનું કબજો લઈને જરૂરી ડોક્ટર તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક આરોગ્ય ચકાસણી પછી દિપડાને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવાનો પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વનવિભાગે લોકો પાસે અપીલ કરી છે કે wild animal દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરો અને કોઈપણ પ્રકારની ચિંતા વિના ધીરજ રાખવી.