માયાવંશી સમાજ દ્વારા સમારંભનું આયોજનકરવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી વીએનએસજીયુ સુરત ના પ્રોફેસર ડો.કિશોરભાઈ એમ ચીખલીયાએ હાજરી આપી હતી મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ પ્રકાશચંદ્ર એન પટેલ તથા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશનના ડિરેક્ટર શ્રી અજયભાઈ ટી પટેલ હાજર રહી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો. રીતેશ બી. દાસ , સુરતની કોલેજના આસી.પ્રોફેસર પ્રો. હાર્દિક સોનેરિયા અને સામાજીક કાર્યકર શ્રી દિલીપભાઈ ભારતીએ હાજરી આપી હતી.
આ ઉપરાંત હ્યુમન વેલ્ફેર અને હ્યુમન રાઈટસ કમિટી, નવી દિલ્હી ના ચેરમેન શ્રી દિપકભાઈ નાથુભાઈ પટેલે પણ હાજરી આપી હતી જેમનો નિવૃત્તિ સન્માન કરવાનું હતું એવા શ્રીમતી વનિતાબેન કિર્તીભાઈ મહેતા અને અંજનાબેન ગોવિંદભાઈ રાનવેરીયા જેવો કૃષિ યુનિવર્સિટી માંથી સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા છે એમનું પણ મંડળ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના જે વર્ષાબેન ધુરાએ રજૂ કરી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાજના ગત વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો સૌપ્રથમ મિત્ર મંડળના પ્રમુખશ્રી ભોગીલાલભાઈ દાસ દ્વારા મંડળના મહેમાનોનું આવકાર પ્રવચન થયું હતું ત્યારબાદ પ્રોફેસર જયંતભાઇ પટેલ જેઓ મંડળના મંત્રી પણ છે તેમણે મહેમાનોનો પરિચય આપી સૌને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય અને માહિતી મંડળના મંત્રી શ્રી પ્રોફેસર જયંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી ત્યાર બાદ રક્તદાતાઓનું સર્ટીફીકેટ અને ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના વિદ્યાર્થીઓનું સર્ટીફીકેટ અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ડૉ.રિતેશ દાસ દ્વારા વિધાર્થીઓને સખત મહેનત સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તો શ્રી અજયભાઇ પટેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દરેક પ્રકારના જ્ઞાન સાથે જોડાયેલા રેહવાનું કહેવામાં આવ્યું હતું તો સમારંભના અધ્યક્ષ ડૉ.ચિખલિયા દ્રારા પદ્ધતિ સરની અને સખત મહેનતનું ફળ મળે છે એમ કહી વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત મંડળના વરિષ્ઠ નાગરિકો તરીકે શ્રી જયસિંગભાઈ રાઠોડ અને રમણભાઈ રાઠોડને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત મંડળના મંત્રી પ્રો. જયંત પટેલ નું vnsgu સુરત માં ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિના સભ્ય પદે નિમણૂક પામ્યા હોવાથી અને ડૉ રાજેશ રાઠોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં અર્થશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિના સભ્ય પદે નિમણૂક પામ્યા હોવાથી બંનેનું પણ મંડળ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
અંતે મંડળના ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત ગાઈ સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ રાઠોડ પ્રો. જયંત પટેલ અને શ્રી અનુપભાઈ મેહાવાલાએ કર્યુ હતું.