નવસારી જિલ્લામાં હિન્દુ નામ ધારણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરી ધાક ધમકી આપવાના ગુનામાં કોર્ટે વિધર્મી યુવકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
આ કામના આરોપી હુસેન મુનવર વોરા એ ભોગ બનનારને તેમના ઘરની બાજુમાં આવેલ ગેરેજ પાસે બોલાવી તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું જણાવી ત્યારબાદ આરોપીએ તેણીને પોતાનું નામ લાલુ બતાવી હિન્દુ હોવાનું જણાવી તેણીને વિશ્વાસમાં લઈને તેની પાસે instagram આઈડી માંગી તેના ઉપર મેસેજ કરતા ભોગ બનનારે મેસેજ જોતા જેમાં instagram આઈડી ઉપર આઈ એમ હુસેન વોરા આઇડી આવતા ભોગ બનનારે આરોપીને તું મુસ્લિમ છે. તેવું જણાવી તારી સાથે પ્રેમ સંબંધ રાખવો નથી તેવું જણાવતા આરોપી આ ભોગ બનનારને ચપ્પુ બતાવી પ્રેમ સંબંધ ન રાખશે તો ચાકુ મારીને હત્યા કરશે તેવી ધગધમકી આપી હતી.
ફરિયાદીને ચપ્પુ બતાવી આપી ધાકધમકી
આરોપીએ ફેબ્રુઆરી 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી ફરિયાદી તથા તેની પત્ની દુકાને હોય ત્યારે ફરિયાદીના ઘરે આવી ભોગ ભરનાર સાથે અનેકવાર શરીર સંવેદમાં ગયા હતા જે દરમિયાન ભોગ બનનારના મમ્મીએ મોબાઈલમાં આરોપીના મેસેજ જોતા ભોગ બનનાર નો ફોન લઈ લીધેલો ત્યારબાદ 20 11 2021 ના રોજ હુસેન મુનવર વોરા તેમના મિત્રો સાથે રોડ ઉપર આવી ફરિયાદીને ચપ્પુ બતાવી જણાવેલ કે ભોગ બનનાર મારી જ છે મારી સાથે રહેશે અને લગ્ન પણ કરશે. ન કરશે તો ભોગ બનનાર તથા તેના ઘરના ને ચપ્પુથી મારીને જાન લઈ લેશે.
આ બાબતની ફરિયાદ ખેરગામ પોલીસ સ્ટેશનને નોંધવામાં આવી હતી આ ગુનાના કામે તપાસ કરનાર અમલદાર દ્વારા ભોગ બનનારની મેડિકલ તપાસ કરવામાં આવી હતી સાક્ષીઓને પૂરતો પુરાવો મેડિકલ એવિડન્સ મેળવી તેમજ ગુનામાં વપરાયેલ ચપ્પુ કબ્જે કરી નામદાર સ્પેશિયલ કોર્ટ નવસારીમાં ચાર સીટ રજૂ કરી હતી.
સમગ્ર ઘટનાક્રમમાં નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ જજ શ્રી તેજસ બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વિરુદ્ધ રજૂ થયેલ સાહેબોના મૌખિક પુરાવા તેમજ દસ્તાવેજી પુરાવો તથા સાહેબોના પુરાવાઓ તથા સાયન્ટિફિક પુરાવા તેમજ ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ અજયકુમાર ટેલરનાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવાની દલીલ કરી હતી.
તેમજ આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો સમાજમાં આવું કૃતિઓ કરતા આરોપીઓને સબક મળી તેવી દલીલ રજૂ કરી હતી. જે દલીલ તથા રજુ કરવામાં આવેલ અલગ અલગ ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ દ્વારા આરોપી હુસેન મુનાવર વોરા ને તેની સામેના ગુનામાં તકસીરવાદ ફેરવી આ કામના તક શિરવાર આરોપી હુસેન મુનોવર અલી દાઉદી વોરા નાઓને ભારતીય દંડ સંગીતા ની કલમ 452 મુજબ સજાપાત્ર ગુનામાં સાત વર્ષથી સખત કેદની સજા તથા 10,000 અંકે ₹10,000 દંડ અને દંડ ભરે તો ત્રણ માસની વધુ કેદનો હુકમ કર્યો છે.
આ કામનાક્ષીવાર આરોપી હુસેન મુનવરઅલી દાઉદી વોરા ના હોય ભારતીય દંડ સંહિતાની કલમ 376 2 એન ની સાથે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ 2012 ની કલમ ચાર પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ એક્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ ચાર મુજબ ગુનામાં આજીવન કે તથા તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડ અને ન ભરેલ ત્રણ માર્કની સખત કેદની સજા નો હુકમ સંભળાવ્યો હતો.
આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 376 3 મુજબ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ 2012 ની કલમ નંબર છ વાતા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ ઓફ 2012 ની કલમ 6 મુજબ સજાપાત્ર ગુનામાં મોતની સજા ની જોગવાઈ હોવા છતાં આરોપી વિરુદ્ધ કેસના સંજોગો જણાતા હોય મોતની સજા ન કરતા આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી સખત કેદની સજા તથા અંકે રૂપિયા 1,00,000 પૂરા દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે સીઆરપીસી ની કલમ 357 એની સાથે ગુજરાત 2019 અંતર્ગત ભોગ બનનારને આખરી વળતર પેટે પાંચ લાખ રૂપિયા પુરા ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે
હિન્દુ નામ ધારણ કરી વિધર્મી યુવાનોના કિસ્સાઓ વધી રહ્યા છે.
હિન્દુ નામ ધારણ કરી યુવકો દ્વારા યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્માચરવાના કિસ્સાઓ વધ્યા છે જેમાં યુવાનો અને યુવતીઓએ ચેતવા સમાન કિસ્સાઓ છે.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી બાળાઓ અને યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે એમાં નાબાલિક બાળાઓ વહેલી તકે સોશિયલ મીડિયાની ઝાકમ જાળતી પ્રભાવિત થઈને પ્રેમ સંબંધોમાં પડી જતી હોય છે જેના કારણે મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને સામાજિક સમસ્યાના કારણે પરિવારો પણ મુશ્કેલીમાં મૂકાતા હોય છે ત્યારે પરિવારોએ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી બાળાઓ અને યુવતીઓ પર નજર રાખવાની જરૂર છે