નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસ, ધરોહર અને સપૂતોના યોગદાનને બિરદાવતું નમસ્તે નવસારી પુસ્તક આગામી 14 ડિસેમ્બરના રોજ વિમોચન થવાનું છે. વરિષ્ઠ પત્રકાર શ્રી ગૌતમભાઈ મહેતા દ્વારા લખાયેલ આ ગ્રંથનું વિમોચન પૂર્વે નવસારીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
અત્યાર સુધી નવસારીના ઐતિહાસિક પાસાઓને સમજવા માટે ‘તવારી કે નવસારી’ પુસ્તક વાંચાતું હતું. પરંતુ છેલ્લા કેટલાંક દાયકાઓમાં જિલ્લાના આર્થિક, ભૌગોલિક અને સામાજિક ક્ષેત્રે થયેલા આધુનિક વિકાસને સમાવી લેતું એકેય ગ્રંથ ઉપલબ્ધ ન હતું. આ ખામી પૂર્ણ કરવા માટે તૈયાર થયેલું આ નમસ્તે નવસારી પુસ્તક આજની અને આવનારી પેઢી માટે જાણે એક અમૂલ્ય ભેટ સમાન બનશે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુસ્તક માટે શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે, એક જિલ્લાના આવા વ્યાપક અને માહિતીસભર ગ્રંથનું સર્જન ખરેખર અભિનંદનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે કે, “ટેકનોલોજી માહિતીનો સ્ત્રોત તો છે, પરંતુ પુસ્તકોનાં સ્થાનને કદી બદલી શકતી નથી.” આ ગ્રંથ નવસારી જિલ્લાના નૈતિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખનાર અવસાનિય ધરોહર બનશે.
આ ગ્રંથમાં કવિયત્રી આચાર્યા હર્ષવી પટેલનું નવસારી જિલ્લાનું પહેલું ગીત સમાવેશ પામ્યું છે. આ ગીતને સંગીતકાર રસેશ ગાંધીે સ્વરાંકિત કર્યું છે અને શાંતાબા વિદ્યાલય, કુકેરીના અનાથ બાળકો દ્વારા તેનો અભિનય કરવામાં આવ્યો છે. સાથે જ શિવારીમાળના પ્રજ્ઞાચક્ષુ બાળકો ડાંગી નૃત્ય અને મમતા મંદિરના બાળકો શિવ તાંડવનું રજૂકરણ કરશે.
વિમોચન સમારંભમાં વિશેષરૂપે નવસારીની સુપુત્રી અને ITBP ચંડીગઢના IG ડૉ. રીટાબેન પટેલ પોતાના પતિ સાથે ઉપસ્થિત રહેશે. ઓપરેશન સિંદૂરમાં સહભાગી રહેલા વીર સૈનિક ASI સંજય સૂર્યવંશી પણ આ પ્રસંગે મહેમાન તરીકે હાજર રહેશે.
પર્યાવરણ વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જળસંચય તથા જલશુદ્ધિ ક્ષેત્રે યોગદાન આપનાર નિમેષભાઈ વશી, જિલ્લા ઉદ્યોગ ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા HL Engineers, Swastik Group of Industries, તેમજ હીરા ઉદ્યોગમાં દેશ-વિદેશમાં પ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના પ્રતિનિધિઓ સહિત અનેક વિશિષ્ટ મહાનુભાવો આ પ્રસંગને બિરદાવશે. સાથે જ પારસી સમુદાયના લોકપ્રિય આગેવાન દારાભાઈ દેબુ સહિતના આગેવાનોનું પણ અભિવાદન કરવામાં આવશે.
નમસ્તે નવસારી ગ્રંથના પ્રિ બુકીંગ માટે આ નંબર પર સંપર્ક કરો –
ગૌતમ મહેતા : +91 98251 85875
ચિંતન મહેતા : +91 99780 16331