ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ નવી યોજના બનાવી છે અને તેનો વ્યાપ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
“નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” શું છે જાણો..
જે વિદ્યાર્થીનીઓ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત સ્વનિર્ભ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવી વિદ્યાર્થીને દર વર્ષે ₹25 હજાર રૂપિયા સહાય તરીકે ચૂકવવા માટેની નવી યોજના છે.
નમો સરસ્વતી યોજના ના પૈસા બેંક ખાતામાં જમા થશે
જે વિદ્યાર્થીનીઓ 11 12 સાયન્સ ના પ્રવાહમાં ભણતી હોય તેમને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર યોજના બનાવી છે અને એ યોજનામાં જે રકમ મળવા પાત્ર છે એ સીધી ખાતામાં જમા થશે જેના માટે કેવાયસી અને તમામ જગ્યાએ બેંકને લગતી ચોખવટો વાલીઓ એક કરાવવી પડશે.
ગુજરાતમાં 2024 માં રાજ્યના ઉચ્ચતર માધ્યમિકના 1.20 લાખ વિદ્યાર્થીનીઓને 12 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે જેમાં વિદ્યાર્થીનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેના માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આપ યોજનાના અમલવારી કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લામાં 6,560 વિદ્યાર્થીનીઓ 65 લાખથી વધુ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે
ગુજરાતના 33 જિલ્લાઓમાં આ રકમ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં 1.20 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 12 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.
યોજના માટે ફાળવેલી રકમ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના માટે રાજ્ય સરકારે 2024 25 ના બજેટમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની અગત્યની ધ્યાનમાં રાખીને આ યોજના પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત આપવામાં આવી છે જેનો અમલ પ્રથમ વાર શૈક્ષણિક વર્ષ 2024 25 થી કરવામાં આવ્યો છે હતો આ યોજનાના આમાંથી રાજ્યનામાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને ટેકનિકલ કૌશલ્ય ધરાવનાર યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં વિપુલ તકો ઉપલબ્ધ થશે તેના માટેની આ યોજના રાજ્ય સરકારે બનાવી છે.