નવસારીમાં છાપરા રોડ નજીક વલ્લભ એસ્ટેટ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે જો જરાક પણ ચૂક થઈ હોત તો જીવ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલી સ્પીડમાં કાર આવી રહી છે. અને ધડાકાભેર સાથે આ ટ્રાવેલર સાથે અથડાઈ રહ્યું છે. મહત્વનું છે કે સ્થાનિકોનું કહેવું છે કે ગાય આવી હતી તેના લીધે આ સ્થિતિ સર્જાય હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ આટલી બધી કારની સ્પીડ કયા કારણસર હતી તે પણ ચકાસવું રહ્યું.
પ્રાથમિક રીતે જે માહિતી મળી છે તેનો કાર ચાલક પંચવટી સોસાયટીનો રહેવાસી હતો. મહત્વનું છે કે ટ્રાવેલર ની પાછળ એટલી જોરથી કાર અથડાઈ હતી કે ટ્રાવેલર આગળ ધસી પડી હતી અને તેની આગળ ઉભેલા બે વ્યક્તિઓ ટ્રાવેલર નીચે આવી ગયા હતા.