નવસારીના ખેલપ્રેમીઓ, વિવિધ રમત ગમત મંડળો તેમજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સમૂહમાં રજૂ થયેલ વિનંતિ અનુસાર, મેદાનનું વેપારીકરણ અથવા રમતવિરુદ્ધ બાંધકામ થવાથી ભવિષ્યમાં રમતગમત પ્રવૃત્તિઓને ગંભીર અસર પહોંચશે.
મુખ્ય માંગણીઓ શું છે?
- લુન્સીકુઈ મેદાનમાં કોઈપણ પ્રકારનું કોન્ક્રીટ અથવા સ્થાયી બંધારણ ન બનાવવામાં આવે
- મેદાન માત્ર રમતગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે
- મેદાનની અંદર નવા અલગ-અલગ રમતના કોર્ટ અથવા મેદાન ન બનાવવામાં આવે, જેથી ક્રિકેટ, ફૂટબોલ, વોલિબોલ, એથ્લેટિક્સ જેવી રમતોમાં અવરોધ ન ઊભા થાય
- મેદાનની સુરક્ષા માટે તેની આસપાસ gate અને દીવાલ દ્વારા કોર્ડન સિસ્ટમ બનાવવા માંગણી
- સિન્થેટીક વોક-વે મેદાનની લેવલ પ્રમાણે ન બનાવાય તો અકસ્માતનો ભય— તેથી તેને અન્ય જગ્યાએ બનાવવાની સલાહ
- મેદાનમાં બસ પાર્કિંગ, ડ્રાઈવરોની ટ્રેનીંગ અથવા અન્ય બિન-રમતગમત પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા માંગ
રમતપ્રેમીઓની ચિંતાઓ
રમતમંડળોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે વર્ષો સુધી લુન્સીકુઈ ક્રિકેટ ક્લબ તથા ખેલપ્રેમીઓએ પોતાના ખર્ચે મેદાનનું સંવર્ધન કર્યું છે. તાજેતરમાં નવસારી પ્રિમિયર લીગ માટે મેદાનને ઝીરો લેવલ સુધી સુધારવામાં લાખો રૂપિયા ખર્ચાયા હતા.
હાલ વેપારીકરણ, ઇવેન્ટ ફાળવણી તથા બસ પાર્કિંગને કારણે મેદાનની સ્થિતિ ખરાબ થઈ રહી છે.