Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»આખરે બીલીમોરા ન.પા ચૂંટણીમાં આવી રીતે જીત્યું ભાજપ ! સામે આવ્યો ખુલાસો, જુઓ વિજેતા ઉમેદવારોએ શું કહ્યું
નવસારી

આખરે બીલીમોરા ન.પા ચૂંટણીમાં આવી રીતે જીત્યું ભાજપ ! સામે આવ્યો ખુલાસો, જુઓ વિજેતા ઉમેદવારોએ શું કહ્યું

બીલીમોરા નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચેની લડાઈમાં ભાજપની જીત આંતરિક વિવાદો એ સળગાવ્યું બીલીમોરા...બીલીમોરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી ઇતિહાસ રચ્યો આઠમી વખત જીત નોંધાવી...
Atul RathodBy Atul RathodFebruary 18, 2025Updated:February 19, 2025No Comments9 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

બીલીમોરા નગરપાલિકામાં સાત ટર્મથી જનતાની પડખે રહેનાર મલંગભાઈ કોલીયાએ આઠમી વખત જીત નોંધાવી છે તેઓ રાત દિવસ જનતાની સેવામાં હાજર રહેતા હોય છે અને બીલીમોરા શહેરના 108 તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. મલંગભાઈ કોલીયા રાત દિવસ ગરીબ વિસ્તારોમાં ફરીને લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા હોય છે અને પાલિકામાં રજૂઆતો કરીને તેમના કામો નિરાકરણ કરતા હોય છે.

ખાસ કરીને નાના લોકો સાથે જોડાયેલા કામો જેમ કે કોઈપણ પ્રકારના દસ્તાવેજો ડોક્યુમેન્ટ સરકારી કચેરીમાંથી કરાવવા કઢાવવા તેમજ અટકી પડેલા કામો ગટર નળ અને અલગ અલગ યોજનાઓ લોકો સુધી પહોંચાડતા હોય છે એવી યોજનાઓને લોકો સુધી લઈ જવામાં અને લોકો સુધી પહોંચીને નગરપાલિકામાં રજૂઆતો કરીને પોતે લોકોના પ્રસરી બનીને કામ કરી રહ્યા હતા જેમના આઠમી વખત જીતાડીને ભારતીય જનતા પાર્ટીના ગાલ પર તમાચો માર્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

બીલીમોરા નગરપાલિકાના મહારથીઓ હાર્યા સુચેતાબેન દુસાને અને વિપુલાબેન મિસ્ત્રી હાર્યા..

સુચિતાબેન દુસાને બીલીમોરા નગરપાલિકામાં ઘણા સમયથી ચૂંટાઈ રહ્યા હતા અને મોટા હોદ્દાઓ બીલીમોરા નગરપાલિકાઓ ભોગવ્યા હતા એ જ રીતે વિપુલ આ બેને પણ નગરપાલિકા પ્રમુખ તરીકે પોતાનું પદ શોભાવ્યું હતું બંને મહારથીઓએ માત્ર શોભાના ગાંઠીયા બનીને રહી ગયા લોકોના પ્રતિનિધિ બન્યા પરંતુ લોકોના કામો ન કરવાના કારણે ગંભીર હારનો સામનો કરવા માટે મજબૂર થવું પડ્યું છે નામોષિભરી હારને પગલે બીલીમોરા શહેરમાં ચર્ચા જાગી છે. ટિકિટ મેળવવા માટે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચીને ભરોસો અપાવીને ટિકિટ મેળવી હતી પરંતુ એમનો ભરોસો પણ તોડ્યો અને એમાં પણ ખાસ કરીને તેમની નીતિ અને લોકો સુધી ન પહોંચવાની માત્ર ઓફિસોમાં બિરાજીને વોર્ડના કામોને પણ વાંચાનો આપી શકનારાને કામ પૂર્ણ કરી બંને કદાવર મહિલા નેતાઓને જનતાએ જકારો આપ્યો છે.

બીલીમોરા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભગવો લહેરાયો

બીલીમોરા નગરપાલિકા માં 9 વોર્ડ ના 36 બેઠક નું પરિણામ જાહેર

બીલીમોરા પાલિકામાં 29 બેઠક ભાજપ મેળવી જ્યારે 05 બેઠક અપક્ષ અને 02 બેઠક કોંગ્રેસના ફાળે આવી

જ્યારે ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેનની ભૂંડી હાર ..

બીલીમોરા પાલિકા માં ભાજપ સતત ચોથી ટર્મ સત્તા માં આવ્યું…

આંતરિક વિવાદો ચરમશીમાએ તેમ છતાં ભાજપની જીત..

બીલીમોરા નગરપાલિકામાં 40 થી વધુ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી અને એમાં પણ મહત્વના ગણાતા ભાજપમાંથી છુટા પડેલા નેતાઓએ જ ઉમેદવારી નોંધાવી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર હતી એમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી બાજી મારી દીધી છે કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે.

 

કોંગ્રેસે ખાતું ખોલાવ્યું બે ઉમેદવારો જીતાડ્યા..

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વોર્ડ નંબર 2 માં રામબાબુ શુક્લા અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જીત નોંધાવી છે એમાં પણ ખાસ કરીને રામબાબુની લોકપ્રિયતા એમને જીતાડી ગઈ છે તેમને મળેલા મતો સૌથી વધુ રહ્યા હતા અને તેમની જીતના કારણે કોંગ્રેસમાં આનંદની લાગણી છવાઈ છે બંને કોંગ્રેસી આગેવાનોએ ભાજપની સત્તા સામે ન થઈને લોકોનો પ્રતિસાદ મેળવ્યો છે.

અપક્ષ ઉમેદવાર મલંગ ભાઈ કોલીયાને 2000થી વધુ મતો મળ્યા.

બીલીમોરા નગરપાલિકામાં 4000 થી 5,000 ની વચ્ચે મતદારો હતા એમાં ખાસ કરીને અપક્ષ ઉમેદવાર તરીકે માલનભાઈ કોલીઆએ આઠમી વખત જીત નોંધાવી છે રેકોર્ડ બ્રેક મતો થી એમણે જીત મેળવી છે 2000થી વધુ મતો મળ્યા છે જે બીલીમોરા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો કરતાં વધુ હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસે મર્યાદિત સાધન સંપન્નતા વચ્ચે સારા એવા વોટ મેળવ્યા.

બીલીમોરા નગરપાલિકામાં હવે રાજકીય ચર્ચાઓ જાગી છે અને એમાં પણ ખાસ કરીને વોટ શેર કેટલા અને કોને મળ્યા તેની ચર્ચાઓ શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટી એ તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કરાવ્યા હતા 33 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી એમાં પાંચ અપક્ષ ઉમેદવારો જીતીને બહાર આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અપક્ષ ઉમેદવારોના કારણે ઘટ્યો છે જે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ઘાતક સાબિત થઈ શકે તેમ જ કોંગ્રેસ માટે ફાયદાનો શોધો સાબિત થઈ શકે તેવી મત ગણતરીઓ શરૂ થઈ છે ખાસ કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમજ આવનારી કોઈપણ ચૂંટણીમાં આ રાજ જગ્યાએ ચિત્ર ભારતીય જનતા પારકીને હેરાન કરે તો નવાઈ નહીં.

બીલીમોરા નગરપાલિકામાં પ્રગ્નેશ પટેલે નાક બચાવ્યું…

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ હાર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીના બે પૂર્વ પાલિકા પ્રમુખો એ હારનો સામનો કરવો પડ્યો છે એમાં વોર્ડ નંબર ત્રણમાં ખાડા વિસ્તારમાં પ્રજ્ઞેશ પટેલ ધારશે કે જીતશે એને લઈને સમગ્ર બીલીમોરા શહેરમાં ચર્ચાઓ જાગી હતી હાલ પ્રજ્ઞેશભાઈ પટેલે સારો એવો વિજય મેળવ્યો છે જેને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. પ્રગ્નેશ પટેલને હરાવવા માટે કેટલાક ભાજપના નેતાઓ પણ પડ્યા હતા પરંતુ તેઓ પ્રજ્ઞેશભાઈ પટેલ ને હરાવી શક્યા નથી.

વોર્ડ નંબર છ ના મનીષ બાબુભાઈ પટેલ બની શકે છે બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ.

ભારતીય જનતા પાર્ટીએ બીલીમોરા નગરપાલિકામાં જબરજસ્ત જીત હાસલ કરી છે અપક્ષોના કબજા વચ્ચે પોતાની જીત નો રસ્તો અખત તૈયાર કર્યો છે તેવા સમયે હવે પ્રમુખ કોણ એને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ખૂબ મહત્વના પદો ગણાતા હોય છે એના માટે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રિસર્ચ શરૂ થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 6 માં બનેલા મનીષ બાબુભાઈ પટેલ એસટી રિઝર્વ ઉમેદવાર હોવાના કારણે તેમને પ્રમુખ બનાવવામાં આવશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. મનીષભાઈ વર્ષોથી શનિષ્ટ કાર્યકર તરીકે કામ કરે છે ભાજપના નેતાઓના સંપર્કમાં અને અભ્યાસુ નેતા તરીકે જાણીતા છે તેમને બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ બનવાનો મોકો મળી શકે છે.

બીલીમોરા નગરપાલિકામાં વિવાદો ઉભા કરનાર કોણ?? વિજય પટેલ?? મનહર પટેલ ???

વહીવટદારના શાસન દરમિયાન બીલીમોરા નગરપાલિકામાં થયા હતા કરપ્શનના ખુલ્લા ખેલ??

બીલીમોરા નગરપાલિકામાં ઘણા લાંબા સમય સુધી વહીવટતા નું શાસન રહ્યું હતું એમાં ખાસ કરીને બીલીમોરા નગરપાલિકાના પુર હોય કે પછી અન્ય સમસ્યાઓના નિવારણ માટે માત્ર વહીવટ ધારો એ જ પોતાનું શાસન ચલાવ્યું હતું સાથે બીલીમોરા નગરપાલિકાના વિજયભાઈ પટેલ અને તેમની સંગઠનની ટીમે સાથે રહીને કામ કર્યું હોવાની વાતો શહેરમાં ચાલી રહી છે. મહત્વની વાત કે ભાજપના કેટલાક જૂના અને સનિષ્ટ કાર્યકર્તાઓને સાઇટ્રિક કરવા માટે ખેલ કરવામાં આવ્યા હતા ટિકિટ વખતે જે રીતેની રાજ રમત રમવામાં આવી હતી એને લઈને કાર્યકર્તાઓમાં પણ આક્રોશ લાગણી જન્મી હતી. કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ન મળે એના માટે બીલીમોરા નગરપાલિકાના સંગઠનના હોદ્દેદારોએ રીતસરની રાજ રમત રમવામાં આવી હતી અને પ્રદેશ પ્રમુખ સુધી કોલ ગુમાવીને ગંદી રાજનીતિ રમવામાં આવી હતી એવા પ્રકારની વાતો બીલીમોરા શહેરમાં ચાલી રહી છે જેના કારણે રાજકારણ કરાયું હતું અને ભાજપે આંતરિક વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

પ્રગ્નેશ પટેલ અને મનીષ નાયક ને ટિકિટ ન મળે એના માટે કેટલાક ભાજપી નેતાઓએ ખેલ કર્યો હતો..

બીલીમોરા નગરપાલિકામાં જીતવા માટે વિકાસના કામો ખૂબ મહત્વના હતા પરંતુ એક ન થઈ શકવાના કારણે બે મહિલા દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો અને ખાસ કરીને મનીષભાઈ નાયક અને પ્રગ્નેશ પટેલને ટિકિટ ન મળે એને ધ્યાનમાં રાખીને રાજ રમત રમવાની શરૂઆત કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને ઘણા એવા લોકોને કાર્યકર્તાના નામ થી ભાજપના હોદ્દેદારોને કોલ કરવામાં આવ્યા હતા અને જેના કારણે તેમને ટિકિટ ન આપવામાં આવે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા પૂર્ણ કરવામાં આવ્યા હતા જેના કારણે તેમનામાં આજે પણ આક્રોશ ની લાગણી જન્મી છે છેલ્લા ઘણા સમયથી બીલીમોરા શહેરમાં આક્રોશ ચરમશીમાં હતો કાર્યકર્તાઓમાં વિવાદ ઊભા કરવામાં શહેર ભાજપ સંગઠનના જુના નેતાઓએ જે પ્રકારની ગંદી અને મેલીરાજ રમત રમી હતી એના કારણે ભારતીય જનતા પાર્ટીએ અપક્ષનો સામનો કરવા મજબૂત થવું પડ્યું હતું અને જેના કારણે વોટ શેર પણ ઘટ્યો હતો એડી ચોટીનું જોર લગાવવાની જરૂર પડી હતી.

મનહર પટેલ અને વિજય પટેલને ચૂંટણી પ્રક્રિયાની જોડ તોડની રાજનીતિથી દૂર રાખવામાં આવ્યા હતા???

બીલીમોરા શહેરમાં વિજયભાઈ પટેલ નો કાર્યકાળ શહેર માટે અને ખાસ કરીને ભાજપ માટે ઘણો સારો રહ્યો નથી જેને લઈને બે મહિલા દિગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. સાથે આંતરિક વિવાદો ટાંટિયા ખેંચીના કારણે સપાટી પર આવ્યા હતા જેના કારણે મનહર પટેલ અને વિજયભાઈ પટેલને ચૂંટણી પ્રજ્ઞાથી દૂર રાખવામાં આવ્યા હતા જેના માટે ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો નવસારી શહેરમાંથી કાર્યકર્તાઓને વણી વણીને બીલીમોરા શહેરમાં મૂકવામાં આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન અને સુપરવિઝન કરવામાં આવી રહ્યું હતું મતદાનના દિવસ સુધી કાર્યકર્તાઓની ટીમ બીલીવાળા શેરમાં રાખવામાં આવી હતી વોટ દીઠ કાર્યકર્તાઓની ટીમ રાત દિવસ કામ કરી રહી હતી મતદારોને બહાર કાઢવાથી માંડીને અટકતા અને જોડ તોડની રાજનીતિ પણ કરવા માટે નવસારીના કાર્યકર્તાઓએ રાત દિવસ એક કર્યું હતું.

પ્રગ્નેશ પટેલ અને મનીષ નાયક બંને જીતેલા ઉમેદવારો સારા હોદ્દાઓ મળી શકે.

પ્રગ્નેશ પટેલ અને મનીષ નાયક બંને નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં કામગીરીઓ પણ થઈ છે એમાં પણ મનીષભાઈ નાયકના કાર્યકાળ દરમિયાન બીલીમોરા શહેરમાં મહત્વના ગણાતા પોસ્ટ કોમ્પ્લેક્સ થી માંડીને તળાવ બ્યુટીફિકેશનના કામો સારા એવા થયા છે તેમને આજે પણ લોકો યાદ કરે છે તેમની કાર્ય નીતિ અને કાર્ય પદ્ધતિ તથા સંગઠન અને પાલિકાના શાસકોને સાથે લઈને ચાલવાની નીતિને આજે પણ લોકો યાદ કરે છે પરંતુ તેમને ટિકિટ ન મળે એના માટે કેટલાક તત્વો એ પ્રયત્નો કર્યા હતા અને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા જેના કારણે તેઓ આજે પણ દુઃખી જોવા મળે છે પ્રજ્ઞેશ પટેલને પણ ટિકિટ ન મળે એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા બંને દીગજ નેતાઓ પાલિકા ની ધુરા સંભાળી ચૂક્યા છે અને સંગઠનને સારી રીતે નજીકથી જાણે છે તેવા સમયે બંને નેતા નો સહારો લઈને ભારતીય જનતા પાર્ટી બીલીમોરા શહેરમાં ફરીથી સંગઠનનું માળખું મજબૂત કરીને ચૂંટાયેલી પાક અને વિકાસની દિશામાં લઈ જવા માટે પ્રયત્ન કરશે તો એમનો સારો સહકાર મળી શકે જેને લઈને બંને નેતાઓને સારા હોદ્દા અને પદો મળી શકે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

કોંગ્રેસની બે બસ અને રામબાબુ શુક્લાની લોક ચાહના જીતાડી લાવી.

બીલીમોરા શહેરમાં કોંગ્રેસે સંગઠનાત્મક ભૂમિકાને ધીમી ગતિએ શરૂઆત કરી છે એમાં 20 જેટલા વોર્ડમાં પોતાનો ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને પૂર્વ પાલિકા પ્રમુખને પોતાની પાર્ટીમાં લઈને એમને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ જીતી શક્યા નહોતા સંધ્યાબેન પટેલ એક સમયે ભાજપના પાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમણે સારા એવા કામો પણ કર્યા છે પરંતુ અસંતોષના કારણે ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસ નો હાથ થામ્યો છે. બીલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ આજે પણ જીવિત હોવાનું જે રાજકીય સ્થિતિ નિર્માણ થઈ હતી એના પગલે પ્રતિત થઈ રહ્યું છે.

બીલીમોરા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે રહ્યો જંગ.

બીલીમોરા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદો સપાટી પર હતા જ અને એનો લાભ લેવા માટે કોંગ્રેસે પ્રયાસો કર્યા હતા પરંતુ જીતી શકી નહીં માત્ર બે બેઠક પર આવીને તેમની તમારી પૂર્ણ થઈ છે. બીલીમોરા નગરપાલિકામાં ભારતીય જનતા માટે છૂટા પડેલા કાર્યકર્તાઓ અપક્ષ તરીકે ઉભા રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નિષ્ક્રિય રહીને આંતરિક રીતે કોંગ્રેસને મદદ કરતા રહ્યા તેવા પ્રકારની વાતાવરણ બીલીમોરા નગરપાલિકામાં નિર્માણ થયું હતું જેને લઇને ભારતીય જનતા પાર્ટીની સીધી ટક્કર કોંગ્રેસ કરતા ફક્ત સાથે રહી હતી પાંચ જેટલા પક્ષો જીતીને આવ્યા છે જે ભાજપ સાથે જ ભળી જશે એવી વાતો ચાલી રહી છે પરંતુ એ તો સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટીના પડખે રહે છે કે કેમ પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઘટ્યો છે.

વોર્ડ નંબર 2 માં હરીશ ઓડ હારી જતા તેમના સમર્થકોએ હલ્લાબોલ મચાવ્યું કોંગ્રેસના કાર્યકર્તા ને માર મારવામાં આવ્યો હોવાનો કોંગ્રેસીઓના આરોપ.

બીલીમોરા નગરપાલિકાનું પરિણામ આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને તેમણે એકબીજા પર આરો પ્રતિ આરોગ્ય રાજનીતિ કરી હતી ખાસ કરીને હરીશ ઓડ વોર્ડ નંબર 2 માં હારી ગયા અને તેમના પ્રતિસ્પર્ધી એવા રામબાબુ શુક્લાના અન્યાયોને માર માર્યો હોવાની વાતોને પગલે કાર્યકર્તાઓ બીલીમોરા પોલીસ સ્ટેશન ઘસી ગયા હતા પરંતુ સામ સામે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાંથી બંને ટોળાઓને વિખેરવામાં આવ્યા હતા. બંને પક્ષે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

Bilimora Bilimora Palika Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.