નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પડેલા ખાડાઓ અને ખરાબ રોડ સ્થિતિને લઈને જનતામાં અસંતોષ વધી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોરિયાચ ટોલનાકા ખાતે “રોડ નહિ તો ટેક્ષ નહિ”ના નારાઓ સાથે જન આક્રોશ આંદોલન કરવામાં આવ્યું. આ આંદોલન સતત બીજા દિવસે પણ જોરશોરથી કરવામાં આવ્યું હતું.
આંદોલનમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પણ જોડાયા હતા અને સરકારી તંત્રને કડક હથોડીવાળી ટકોર કરી હતી કે, જ્યારે માર્ગોની યોગ્ય મરામત નહીં થાય અને પ્રવાસીઓની સુરક્ષા નક્કી નહીં થાય ત્યાં સુધી ટેક્ષ વસુલવામાં ન આવે.
આંદોલનકારીઓએ ટોલ ફી મુકત વ્યવસ્થાની માંગ સાથે તંત્ર સામે ઘોંઘાટ કર્યો હતો અને ખાડાવાળા રસ્તાઓને “મૃત્યુના ફંદા” તરીકે ગણાવ્યા હતા.