લોકો સાથે સંપર્કમાં રહીને પોતાની પસંદ ના વીડિયો બનાવીને ફોલોવર્સ વધારી સોશિયલ મીડિયા ની સાઈડ પર છવાઈ જવાની યુવાનોમાં ઘેલછા જાગી છે. ઇન્સ્ટાગ્રામ, facebook, ટ્વીટર જેવા માધ્યમો પર મુકવા માટે રીલ બનાવવા માટે અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે સોશિયલ મીડિયા અને પીરસીને ફોલોવર સુધારવાની ફોર જામી છે જેમાં નિયમો ન ખબર હોય તો કાયદાના સકંજામાં આવી જવું પડતું હોય છે. એવી જ ઘટના ઘટી છે નવસારી ની કન્ટેન્ટ ક્રિએટર યુવતી સલોની ટંડેલ સાથે.
સલોની ટંડેલ સોશિયલ મીડિયામાં નવસારી જિલ્લાનું એક મહત્વનું માથું તરીકે ઉભરીને આગળ આવી છે. જેના ફ્રેન્ડ્સ અને ફોલોવર્સની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી વિવિધ કન્ટેન્ટ આપ્યા છે જેમાં ધાર્મિકતાથી માંડીને લાગણી સભર વાતો પોતાના અલગ અંદાજમાં સોશિયલ મીડિયાને આપ્યા છે જેનાથી તેને ફોલોવર્સ પણ મળ્યા છે. પરંતુ કેટલીક વાર કાયદાની આંટી ઘૂંટી અને નિયમો ન જાણવાના કારણે કાયદાના સિકંદામાં આવી જવું પડતું હોય છે. સલોની ટંડેલે પોતાના મિત્રો સાથે મળીને રેલવે ટ્રેક ઉપર ગીત બનાવ્યું હતું. સાડી ના નવા જ અંદાજમાં પોતાના ચાર મિત્રો સાથે ગીતનું શૂટિંગ કર્યું હતું. જેમાં રેલ્વે ટ્રેક પર ક્રોસ કરી શકાય એવા માર્ગ પર જ રેલવેના પાટા ઓળંગી શકાય છે. પ્રતિબંધિત વિસ્તારમાં રેલ્વે ટ્રેક ઓળંગવા પણ રેલ્વે કાયદા મુજબ સજાને પાત્ર ગણાતા હોય છે એનું જ્ઞાન ન હોવાના કારણે સલોની ટંડેલ અને તેના મિત્રો કાયદાના સકંજામાં આવી ગયા છે.
View this post on Instagram
કાયદો એ દેશના તમામ વ્યક્તિઓ માટે સરખો હોય છે એમાં પણ કાયદાની જાણકારી હોવી તમામ લોકો માટે જરૂરી બની જાય છે ત્યારે સલોની ઢંઢે લે નિર્દોષ ભાવે રીલ બનાવી હતી પરંતુ કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે કોઈને છોડતો નથી અને સલોની ટંડેલે કાયદાના સકંજામાં આવી જવું પડ્યું છે.
કાયદાના સકંજામાં ન આવવું હોય તો રીલ બનાવનાર અને સોશિયલ મીડિયામાં રસ ધરાવતા લોકોએ ધ્યાન રાખવાના કેટલાક મુદ્દાઓ..
- પ્રતિબંધિત વિસ્તારમાં શૂટિંગ ન કરવું.
- પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં
- પ્રતિબંધિત વિસ્તારોમાં મંજૂરી લીધા બાદ શૂટિંગ કરવું
- રીલમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવા વ્યક્તિની મંજૂરી લેવી જરૂરી
- કેટલીક એજન્સીઓ પોતાના વિડીયો અને કન્ટેન્ટ વેચતા હોય છે તેમની પરવાનગી લીધા બાદ ઉપયોગ કરી શકાય.
- કોપીરાઇટ ધરાવતા બુક માંથી કન્ટેન્ટ ઉપાડતી વખતે પરમિશન લેવી
- કોપીરાઇટ ધરાવતા ગીતો અને મ્યુઝિક ના કોપી ધારકોની પરવાનગી લેવી
- પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન કેમેરા ચડાવવા નહીં.
- ડ્રોન કેમેરા વાપરવા માટે લાઇસન્સ ધારક હોવો જરૂરી અમુક મર્યાદાથી વધુ રેન્જવાળા કેમેરા વાપરવા પર પ્રતિબંધ.
- પ્રતિબંધિત જંગલો કે પ્રતિબંધિત ડેમ વિસ્તારમાં ખાનગી શૂટિંગ કરી શકાય નહીં.
- સરકારી મિલકતો નું શૂટિંગ કરતી વખતે પરવાનગી લીધા બાદ કરી શકાય.
- ધાર્મિક વિડીયો બનાવતી વખતે ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
- ઉશ્કેરની જનક વિડીયો ન બનાવવા
- રૂમર એટલે કે અફવાઓ ન ફેલાય તેનું ધ્યાન રાખવું.
- ન્યુઝ કે કોઈ સમાચાર પ્રસારિત કરતા પહેલા મર્યાદિત રીતે કોમેન્ટો અને કટાક્ષ કરવા.
- સરકારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલા અને વિવિધ બનાવતા લોકો માટે કન્ટેન્ટ ક્રિયેટર શબ્દ વાપર્યો છે જેની વ્યાખ્યામાં બેસી શકાય તેવું મર્યાદિત વિડીયો કે વિશ્લેષણ કરતું મટીરીયલ સોશિયલ મીડિયામાં ચઢાવવું.
- નાના બાળકો કે જેમની ઉંમર અપરિપક્વ હોય તેમની મંજૂરી વિના અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તેમના ચહેરા કે નામો ઉઘાડા પાડવા નહીં
- ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન થાય તેવી રીતે જાતે ચાલુ ગાડીએ શૂટિંગ કરતો વિડીયો કે રીલ ન બનાવવી.
- સાહિત્ય લખાયા ના 50 વર્ષ પૂર્ણ ન થયા હોય ત્યાં સુધી કોપીરાઇટ લાગતો હોય છે કોપીરાઇટની પરવાનગી વગર કન્ટેન્ટ ન વાપરી શકાય.
- કોપીરાઇટ એક્ટ નો અભ્યાસ કરવો જરૂરી
- ઓફિસિયલ સિક્રેટ એક્ટનો ભંગ કેવી રીતે થાય છે એ કાયદો જાણવો જરૂરી.
- કન્ટેન્ટમાં કોઈકની બદનાક્ષી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- ઉપરાંત સામાજિક રીતે અસ્વીકાર્ય હોય તેવા શબ્દો બોલી ભાષા કે પ્રતિબંધિત શબ્દો નો જાહેરમાં ઉપયોગ ન કરવો.
- દ્વિ અર્થી વાતો કરીને ભારતીય સંસ્કૃતિ પરંપરા અને એકતા અખંડિતતા ને નુકસાન પહોંચે એવું કાર્ય ન કરવું.
- દેશ દુનિયાના અન્ય દેશોની વ્યાજબી ટીકા કરવી એવી પણ ટીકા ન કરવી કે જેનાથી દુનિયાના કોઈક દેશ સાથે મિત્રતા શત્રુતામાં બદલાય અને કટુતા વધે
નવસારીની સલોની ટંડેલ દ્વારા રેલવે ટ્રેક પર રીલ બનાવવાની લઈને રેલવે પોલીસ એક્ટની કલમ 147 મુજબ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી રેલવે વિભાગના પીઆઇ દ્વારા શરૂ કરવામા આવી છે. મહેન્દ્ર રાજોરીયા દ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન કાર્યવાહીની મીડિયા સાથે વાતચીત દરમિયાન કેવી કાર્યવાહી કરી શકાય તે આવ્યું હતું.
સુરત થી બીલીમોરા વચ્ચે વધુ અકસ્માતો થતા હોવાની વાત.
સુરત થી બીલીમોરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અકસ્માતો થઈ રહ્યા છે જેને લઇને મોટી સંખ્યામાં મોતનો આંકડો વધી રહ્યો છે રેલવે અકસ્માતની ઘટનાઓને ડામવા માટે રેલવેના ડી એફસીસી વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે જેમાં શેરીઓને મહોલ્લાઓમાં ફરી ફરીને ઝેરી નાટકો ભજવવામાં આવી રહ્યા છે જેમાં લોકોને રેલવે ટ્રેક પર ન જવા માટે અને સાવધાની રાખવા માટેના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે.