નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી યુવકને ઠગનાર ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફરિયાદના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. એક યુવકે પોલીસને ફરિયાદ નોંધાવી કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા ઇસમે યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી, મિત્રતા કેળવી અને અલગ-અલગ બહાનાઓથી આશરે ₹12,000 પડાવી ઠગાઇ કરી હતી.
આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો. જે અંતર્ગત પોલીસે અરૂઈ સામે કલમ ૩૧૮(૪), ૩૧૯(૨), આઇટી એક્ટ ૬૬(સી)(ડી) અંતર્ગત આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એલ. મોદી અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી.
આરોપી વિનય સંતોષભાઈ નાયકા (ઉ.વ. 21), આલીપોર દેગામ રોડ, ચીખલી, નવસારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.