શનિવારે રાત્રે નવસારી શહેરના દરગા રોડ નજીક ટેકનિકલ સ્કૂલના સામેના વિસ્તારમાં પાર્કિંગ મુદે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. પાર્કિંગ નો વિવાદ વકરે તે પહેલા જ પોલીસ એ છ સામે એટ્રોસિટી એક્ટિ હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી. સામાન્ય પાર્કિંગના ઝઘડાને કેટલાક તત્વો એ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શહેરમાં શાંતિ જાળવવા પોલીસ અધિક્ષકની તમામ વર્ગના લોકોની અપીલ છે.
બે જૂથના ટોળા ભેગા થતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી
રવિવારે રાત્રે દરગા રોડ ખાતે એકત્ર થયેલા લોક ટોળામાં બંને જૂથના 200 થી 300 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ગત રાત્રે પ્રજાપતિ વાડી પાસે અને દરગાહ રોડ પાસે બે જૂથના ટોળા ભેગા થતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બંને જૂથ વચ્ચે અથડામણ રોકવા 200-300 લોકોના ટોળાને વિખેરી કાઢ્યું હતું.
પોલીસે 200 થી 300 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો
મહત્વનું છે કે રાત્રિ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો જેને લઇને કોઈ અનિચ્છદીય ઘટના ન બને તેની પૂરી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસવડાએ સ્થિતિનું નિરીક્ષણ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે 200 થી 300 લોકોના ટોળા સામે ગુનો નોંધી વીડિયો ગ્રાફી અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.
સ્થિતિને ધ્યાનમાં લઈને સુરત રેન્જ આઈજી નવસારીની મુલાકાતે પહોંચ્યા. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આજુબાજુના વિસ્તારોને ડ્રોનથી નજર રાખવાની કામગીરી પોલીસ કરી રહી છે. ખાસ કરીને કોઈ પણ અફવા રે ધ્યાન ન લેવા જિલ્લા પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.
રવિવારે રાત્રે જ્યારે બે ટોળા સામસામે આવ્યા હતા ત્યારે જિલ્લા પોલીસની ટીમે તાત્કાલિક આ ટોળું વિખેર્યુ હતું. મહત્વનું છે કે આ અંગે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેની તકેદારી રાખી હતી, અહીં આપેલ વીડિયોમાં જુઓ જિલ્લા પોલીસ વડાએ લોકોને શું કરી અપીલ..
હાલમાં નવસારીના વિવિધ વિસ્તારોમાં પોલીસ છાવણી છે. ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન વડે ખુદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પર નજર રાખી રહ્યા છે. 7 જેટલા નાક પર પોલીસનો સતત પહેરો છે. સાથે fir જે પ્રમાણે નોંધાઈ છે તેને લઈને પણ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયા અને ઉશ્કેરણી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવસારી શહેરમાં શાંતિ સ્થાપવા તથ્ય વિહીન સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન ન આપવા રેન્જ આઈ જી પ્રેમવીર સિંહ દ્વારા અપીલ કરવામાં આવી છે .