Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»પોલીસ વિભાગમાં લાંચ માંગવાનો નવો કીમિયો…! છાપરે ચડીને પોકારતો ભ્રષ્ટાચાર કઈ રીતે અટકશે ? જાણો નવસારીની ઘટના
નવસારી

પોલીસ વિભાગમાં લાંચ માંગવાનો નવો કીમિયો…! છાપરે ચડીને પોકારતો ભ્રષ્ટાચાર કઈ રીતે અટકશે ? જાણો નવસારીની ઘટના

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે, એને ડામવા માટે એન્ટીકરપ્શન બ્યુરો વિંગ ખૂબ મહેનતથી કામે લાગી છે, અને ભ્રષ્ટાચારને નાથવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જેમાં સૌથી મહેસુલી અને પોલીસ વિભાગના અધિકારી એન્ટીકરપ્શન બ્યુરોની લપેટમાં આવી રહ્યા છે.
Atul RathodBy Atul RathodNovember 16, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari dholai marin police PI arrested anti corruption bureau
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

કેટલાક બેઈમાન અધિકારીઓ લાંચ લેવા માટે વિવિધ તરકીબો અજમાવતા હોય છે.  સાથે આ કામ માટે વચેટિયા પણ રાખતા હોય છે.  અથવા તો અમુક સ્થળે પૈસા જમા કરાવી દેવા અથવા આંગડિયું કરવા જેવા નુસખા અજમાવીને એનકેન પ્રકારે ભ્રષ્ટાચાર આચરતા હોય છે.

નવસારી જિલ્લામાં PI કક્ષાનો અધિકારી લાંચલેતા ઝડપાયો છે અને નવાઈ લાગે તેવો પોતાનો શોખ પૂરો કરવા માટે iphone લાંચ પેટે લેતા ઝડપાયો છે, અને એન્ટીકરપ્શન વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ધોળાઈ બંદર ના મરીન પોલીસ સ્ટેશનની શુક્રવારે એસસીબીની સફળ ટ્રેપ થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. મરીન PI પોતાની ચેમ્બરમાં 1,44,900 ની કિંમતનો એપલ iphone 16 મોબાઈલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.

ધોલાઈ બંદરે લાઈટ ડીઝલ ઓઇલના ધંધાથી પાસે ખાખીનો રોપ જમાવી લાંચની માંગ કરી હતી. બીલીમોરા નજીક ધોળાઈ બંદર આવતી જતી બોટોના માલિકને છૂટક ઓઇલ ડીઝલ, ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરનાર એક ધંધાર્થીને મરીન પોલીસના PI દિનેશ કુબાવતે થોડા દિવસ અગાઉ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશનને બોલાવ્યો હતો. તે છુટક ડીઝલનું વેચાણ કરતો હોય તો વ્યવહારમાં એપલ કંપનીના નવા iphone લાંચ પેટે આપવા પડશે તેવી માંગ કરી હતી. સમગ્ર ઘટનાક્રમને પગલે પીડીત દ્વારા એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેના પગલે છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

પોતાની ઓફિસ ચેમ્બરમાં જ iphone ની લાંચ લેતા પોલીસ અધિકારી દિનેશ કુબાવતની નવસારી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે

બોલો પોલીસ અધિકારીઓ પોતાના શોખ બીજાના પૈસે પૂરા કરે છે. ..

Iphone એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. જેને પૂરો કરવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે અથવા મહેનત કરીને પૈસા કમાતા આવે છે.  પરંતુ મરીન પોલીસ સ્ટેશનનો PI દિનેશ કુબાવત લોકોના પૈસા વાપરી ભ્રષ્ટાચાર આચરી શોખ પૂરો કરવા જતા ACB પોલીસની લપેટમાં આવી ગયા છે.

દિનેશ કુબાવત થોડા જ સમયમાં રિટાયર્ડ થવાના હતા.

મરીન પોલીસ સ્ટેશન એટલે આરામ ફરમાવવાનું અને શાંતિથી દરિયા કિનારે બેસીને દરિયામાં પેટ્રોલિંગ અને ધોલાઈ બંદર પણ નજર રાખવાનું તથા દરિયા કિનારાની માછીમારોની બોટો પર નજર રાખવાનું કામ રહેતું હોય છે. એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ પર નજર રાખીને દરિયાઈ સુરક્ષા બાબતે મહત્વની ભૂમિકા ભજવાનું હોય છે.

પરંતુ એવા કામો કરવાના બદલે કટકી ખાવામાં માહિર એવા દિનેશ કુબાવતે પોતાના રિટાયર્ડ થવાના સમયે જ લોભ જાગતા શોખ પૂરો કરવા આઈફોન માંગ્યો અને ભ્રષ્ટાચાર આચરતા પોલીસના શકન જમા આવી ગયા છે. રિટાયર્ડ થયા બાદ આરામથી મોજ શોખ કરીને પાછલી જિંદગી વિતાવવાનું વિચારતા હોય છે તેવા સમયે પીઆઇડીજે કુબાવત પોલીસના શકામાં આવી ગયા છે અને કાયદાનો ગાળ્યો તેમના પર કસાઈ રહ્યો છે.

ધોલાઈ બંદર પર બાયોડીઝલ પણ વેચાય છે???

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમય પહેલા બાયોડ ડીઝલ મોટાભાગનું વેચાણ શરૂ થયું હતું, અને પેટ્રોલ પંપ પણ શરૂ થયા હતા. હાલ પણ નવસારી જિલ્લામાં ચર્ચા જાગી છે કે કેટલાક વિસ્તારોમાં બાયોડીઝલ વેચાણ થઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે વેચાણ ન કરી શકાતું હોવા છતાં બાયોડીઝલનું વેચાણ હાઇવે તથા ધોલાઈ બંદર પર થતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જે તપાસનો વિષય બની ગયો છે. બાયોડીઝલને લઈને સરકાર કડક કાર્યવાહી કરવા માટે મથામણ કરી રહી છે પરંતુ કેટલાક તત્વો હજુ પણ બાયોડીઝલને અલગ રીતે વેચાણ કરતા હોવાનું અને કેટલાક અધિકારીઓનું મેળાપી પણું પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Anti Corruption Bureau Gujarat Navsari Navsari police police surveillance
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,808 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,354 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.