Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી આરોગ્ય તંત્ર ચીનના HMPV વાયરસ સામે લડવા સજ્જ ! જાણો કેવી છે તૈયારી, જુઓ Video
નવસારી

નવસારી આરોગ્ય તંત્ર ચીનના HMPV વાયરસ સામે લડવા સજ્જ ! જાણો કેવી છે તૈયારી, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં સુરતનું પાડોશી શહેર નવસારી હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) થી અસરગ્રસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નવસારીમાં આ વાયરસના કોઈ લક્ષણ દેખાય તો તેને માટે સારવારની સુવિધા ઊભી કરવા માટેની કામગીરી શરૂર કરી દેવાઈ છે.
Atul RathodBy Atul RathodJanuary 7, 2025Updated:January 7, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રાજ્યમાં HMPV વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનું આરોગ્ય વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલ રોગ સામે લડવા પૂરતી તૈયારીની શરૂઆત કરી છે. મહત્વનું છે કે આ વચ્ચે નવસારી સિવિલમાં HMPV વાયરસને લઈને ટેસ્ટીંગ કીટ નો ઓર્ડર અપાયો છે, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સાથે અઠવાડિયામાં શરદી તાવ અને ખાંસીના કેટલા કેસ નોંધાયા તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે.

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે નવસારીની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આ વાયરસની સામે આઇસોલેશન તેમજ ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, અને છેલ્લા 15 દિવસમાં શરદી ખાંસી તાવના 50 થી વધુ કેસ નોંધાયા છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતનું પાડોશી શહેર નવસારી હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) થી અસરગ્રસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લીધા છે. નવસારી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં ડોક્ટરોની સંખ્યા, દવાનો પૂરતો જથ્થો, ઓક્સિજન માટેની વ્યવસ્થા તેમજ HMPV અને RTPCR ટેસ્ટ માટેની કીટ નો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં શરદી ખાંસી તાવના 50થી વધુ કેસ નોંધાયા છે જે સિવિલ તંત્રના કહેવા મુજબ નિયમિત કહી શકાય છે, જેમાં કોઈ મોટો ઘટાડો વધારો કે ફેરફાર નોંધાયો નથી.

HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) એ શ્વસન સંબંધી વાયરસ છે જે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે. આ વાયરસ સામાન્ય શરદી જેવા લક્ષણોથી શરૂ થાય છે અને ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા જેવા રોગોનું કારણ બની શકે છે. ગંભીર ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ, વધુ તાવ અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. જો કે, હળવા ચેપના કિસ્સામાં તે તેની જાતે જ ઠીક થઈ જાય છે. આને રોકવા માટે, હાથની સ્વચ્છતા જાળવવી, ભીડથી દૂર રહેવું અને બીમાર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

Gujarat government Gujarat News Health Department Health News Health Tips NAVSARI CITY Navsari Civil Hospital Navsari Collector Navsari Municipal Commissioner Navsari News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.