Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»હવે તમને લાગશે કે મહાનગરપાલિકામાં આવી ગયા, જાણો કઈ રીતે થશે નવસારીની કાયા પલટ, આ કામથી શરૂઆત
નવસારી

હવે તમને લાગશે કે મહાનગરપાલિકામાં આવી ગયા, જાણો કઈ રીતે થશે નવસારીની કાયા પલટ, આ કામથી શરૂઆત

નવસારી મહાનગરપાલિકા નો અનુભવ કરાવતી કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. શહેરની કાયાપલટની શરૂઆત ક્યાંથી કરવામાં આવી રહી છે તે અંગે પણ મહત્વની વાત કરવામાં આવી છે.
Atul RathodBy Atul RathodJanuary 11, 2025No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari Municipal Corporation starting devlopment work
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દર વર્ષે ચોમાસાની શરૂઆતની સાથે રખડતા ઢોર નો ત્રાસ વધી જતો હોય છે અને રાજ્ય સરકાર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગાઈડલાઈન બહાર પાડીને ઢોર પકડીને લોકોને સુરક્ષિત અહેસાસ કરાવવા માટેની ગાઇડલાઇન જાહેર કરતી હોય છે. હાઇકોર્ટે પણ હવે તો કડક વલણ અપનાવીને મહાનગરપાલિકાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે જેને લઇને ઢોર પકડવાની કામગીરી જોરસોરમાં ચાલી રહી છે.

નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ 365 દિવસ લોકોને અનુભવ થાય છે. જેમાં પણ રખડતા સાંજના ઝઘડા ના કારણે મુખ્ય માર્ગો પર લોકોએ ભયનો સામનો કરવો પડતો હોય છે નવસારી શહેરમાં 9 1 2025 ના રોજ જમાલપુર ની રુકમણી સોસાયટી નજીક બે આંખના બાખડીયા હતા અને દોડધામ મચી હતી રોડ સાઈડમાં લારી પર ધંધો રોજગાર મેળવતી મહિલાની લારીને ઉંધી કરી દીધી હતી અને સમગ્ર સામાન વેરવિખેર થઈ ગયો હતો. એવા જ પ્રકારની ઘટનાઓ જમાલપુર વિસ્તારમાં વારંવાર બનતી રહે છે ઉપરાંત શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.

નવસારી શહેરમાં અગાઉ રખડતા ઢોરના કારણે અકસ્માતો અને મોત પણ થયા છે.

નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ લોકો માટે અસહ્ય બની ગયો છે શહેરમાં વારંવાર અકસ્માત અને આખલા વચ્ચે લડાઈ ના દ્રશ્યો સામે આવતા હોય છે ભૂતકાળમાં નવસારી નગરપાલિકાના શાસકો ઉપર રખડતા ઢોર બાબતે કામગીરી ન કરવાને લઈને બેદરકારી દાખવતા પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે શહેરમાં રખડતા ઢોર માથાનો દુખાવો બની ચૂક્યા છે

નવસારી મહા નગરપાલિકાના એન્જિનિયરો રખડતા ઢોર પકડવા મેદાને.

નવસારી શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તેવા સમયે નવસારી મહાનગરપાલિકાએ રખડતા પશુઓને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે સવારથી જ વિવિધ ટીમો બનાવીને શહેરમાં આખલા પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસથી બચાવવા માટે મહાનગરપાલિકાએ અભિયાન હાથ ધર્યું છે.

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ સ્વચ્છતા બાબતે કડક વલણ અપનાવ્યું.

નવસારી શહેરમાં હવે મહાનગરપાલિકા નો અહેસાસ એકાદ મહિનાથી લોકોને થશે કારણ કે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે પોતાના અનુભવોના આધાર પર નવસારી શહેરની કાયાપલ કરવાની નેમ પહેલા દિવસથી જ વ્યક્ત કરી દીધી છે નવસારી શહેરને 30 દિવસમાં કચરો હટાવવા અને સ્વચ્છતા બાબતે પ્રથમ કામગીરીની શરૂઆત કરી છે સાથે રખડતા ઢોર માથાનો દુખાવો છે જેનાથી લોકોને સુરક્ષિત કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા રખડતા ઢોર તો પકડશે પણ શોખ છે કોને???

રખડતા ઢોરની પ્રકૃતિ લોકો દ્વારા ફેંકવામાં આવેલો ઘરનો હેલો ખોરાક ખાવા માટે ટેવાયેલા હોય છે અને તેવા સમયે રખડતા ઢોરને રાખવા માટે પાંજરાપોળમાં ચારાની વ્યવસ્થા હોય છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરને પાંજરાપોળમાં મૂકવામાં આવે છે તેવા સમયે તેમને લીલો ચારો કે સૂકોચારો ખાવા માટે ટેવાયેલા હોતા નથી જેના કારણે પાંજરાપોળમાં સમસ્યા ઊભી થતી હોય છે અને ખોરાકની મુશ્કેલી ઊભી થતી હોય છે જેના કારણે શહેરમાં રખડતા ઢોર મોતને ભેટવાની શક્યતાઓ રહેલી છે અગાઉ પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘટી ચૂકી છે પાલિકાએ રખડતા ઢોર પકડવાની શરૂઆત તો કરી છે પણ શોખ છે કોને તે મહત્વનો મુદ્દો છે.

મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદૂ પાંજરાપોળ નથી…

નવસારી મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકા તરીકેનું અસ્તિત્વ ધરાવતી હતી ત્યારે વારંવાર રાજ્ય સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી પાંજરાપોળ બનાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ જમીન મળી શકી નહોતી જેને લઈને રખડતા ઢોરને રાખવા માટેની પાલિકાની પોતાની જગ્યા નથી તેવા સમયે રાખવી ક્યાંય મહત્વનો પ્રશ્ન બની રહેવાનો છે અને પાંજરાપોળમાં મૂકવા માટે પૈસા ચૂકવવા પડશે અને એ પણ દરેક રખડતા ઢોર દીઠ ચૂકવવાના રહેશે જે પાલિકા પર એક બોજ બની જશે.

મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ ધર્મી કાયાપલટ માટે પાલિકાના અધિકારીઓના ક્લાસ લીધા..

નવસારી શહેર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે હવે મહાનગરપાલિકા બની ગયું છે તેવા સમયે નવસારી શહેરની કાયાપલટ કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે ત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી એ ટ્રાફિક અને સ્વચ્છતા માટે કર્મચારીઓના ક્લાસ લીધા

નવસારી શહેરની કાયાપલટ કેવી રીતે કરી શકાય તેના માટેની ચર્ચાઓ આંતરિક રીતે કરવામાં આવી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાને હળવી કેવી રીતે કરી શકાય શહેરમાં સ્વચ્છતા કેવી રીતે કરી શકાય અને શહેરના મહત્વના પ્રોજેક્ટ કયા તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે અને નજીકના સમયમાં મોટા પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવશે.

Devlopment NAVSARI CITY Navsari Collector Navsari Municipal Commissioner Navsari Municipal Corporation Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.