નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટીપી ખુલવા માટેની અને દબાણો દૂર કરવા માટેની યોજના અમલમાં આવી હતી પરંતુ દૂર થઈ શકતી નથી હવે મ્યુનિસિપલ કમિશનરને સફેદ પાવર મળશે જેનાથી દબાણ દૂર થશે અને નવસારી શહેરના પ્રસ્તાવો અને ટીપી ખૂલશે જેનાથી રસ્તાઓ પહોળા થશે જરૂર પડે ડીમોડિશન પણ કરવામાં આવશે.
આ તમામ કામગીરીને લઈ નવસારી શહેરમાં નવા નવા પ્રોજેક્ટ તો આવશે રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મેળવીને નવસારી નગરપાલિકાના ભંડોળમાં મોટી રકમ આવશે અને બજેટમાં પણ વધારો થશે જેનાથી વિકાસની ઉજળી તકો ઊભી છે.
કેવી સુવિધાઓ નવસારીના શહેરીજનોને મળી શકે??
નવસારીના શહેરીજનોને મહાનગરપાલિકા બનતાની સાથે જ સુવિધાઓ મળવાની શરૂઆત થશે જેમાં ખાસ કરીને રોડ રસ્તા ગટર સ્વચ્છતા પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ આરોગ્ય શિક્ષણ સ્ટ્રીટ લાઈટ બાગ બગીચા કોમ્યુનિટી હોલ ટ્રાન્સપોર્ટ ટીપી આધારિત વિકાસ થશે જેમાં ખાસ કરીને નવસારીના શહેરીજનોને મળતી સુવિધાઓમાં વધારો થશે અને વ્યવસ્થિત પણે જે કઈક વ્યવસ્થાઓ મળે છે એમાં વધારો થશે જેનાથી નવસારીના શહેરીજનોને સુવિધાઓ મળતા લોકોનું જીવન ધોરણ સુધારવાની સાથે અગવડો દૂર થશે.
મહાનગરપાલિકા તો બની પરંતુ વેરાનું છું? એ પણ જાણી લો
નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળી ચૂક્યું છે હવે મોટો માથાનો દુખાવો વેરા નવસારી શહેરને મહાનગર પાલિકા ભંતાની સાથે જ વેરામાં વધારો થશે અને એમાં પણ મહત્વની વાત નવા ઉમેરાયેલા અને હજુ અસ સુવિધાથી પીડાતા લોકોનો વેરા નો બોજ વધી શકે તેવી શક્યતાઓ છે.
પરંતુ મહાનગરપાલિકા જાહેર થતાની સાથે થોડા સમય માટે નવા ઉમેરાયેલા વિસ્તારોને કે જ્યાં સુવિધાઓ નથી તેમને બાદ મળી શકે તેવી પ્રાવધાન મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ ચૂંટાયેલી પાંખના સમાધાનથી થઈ શકે જેનાથી વેરા માટે ચિંતા કરવાની ચિંતા રહેતી નથી પરંતુ રાજકીય ઈચ્છા શક્તિ અને વહીવટી પાંખની દીવ દષ્ટિજો લાંબી હશે તો લોકોને વેરામાંથી એકાદ વર્ષ સુધી બાદ મળશે.
મહાનગરપાલિકા તો મળી હવે ચૂંટણી ક્યારે થશે??
મહાનગરપાલિકા બનતાની સાથે જ નવસારી શહેરમાં ચીફ ઓફિસર અને વહીવટી અને ચૂંટાયેલી પાંખમાં ફેરબદલ થશે મ્યુનિસિપલ કમિશનર સંભાળશે અને ચૂંટાયેલી પાંખની બોડી આપમેળે નાબૂદ થઈ જશે હવે નવું સીમાંકન અને નવા વોર્ડ બનશે જેના કારણે ચૂંટણી વિભાગ નવું સીમાંગણ કરશે વસ્તીનો ઉમેરો કરીને તેમાં નવી ચૂંટણી યોજાશે મહાનગરપાલિકા મુજબ યોજનાર ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે સામ સામે ચૂંટણી લડાશે.
નવા વોર્ડનું સીમાંકન ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવશે જેનાથી વોર્ડ મોટા થશે અને રિઝર્વેશન પ્રમાણે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી પ્રમાણે વસ્તી મુજબ કોર્પોરેટરોમાં રિઝર્વેશન આવશે.
મેયર બંગલો મળશે ? નવા ઉમેરાયેલા વિસ્તારોને કાયાપલટ કરવા માટેની યોજના અમલી બનશે.
નવસારીને મહાનગરપાલિકા નું માળખું જાહેર કરતાની સાથે જ લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે અને સાથે નવસારીના વિકાસ માટે યોગ્ય પ્લાન બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર થી માંડીને રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતા લોકોની આવડત પણ કામે લાગી શકે જેમાં નવસારી શહેરની સાથે નવસારી શહેરના શહેરીજનોને સુખ સુવિધા યુક્ત નવું શહેર મળશે.
નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવા માટે નગરપાલિકા ના સત્તા દેશો અને વહીવટદારો થોડા ઘણા સમય માટે છૂટછાટ આપી શકે અને વેરાઓમાં ઘટાડો પણ થઈ શકે.
નવસારી શહેરને મેટ્રો ટ્રેન અને બીઆરટીએસ પણ મળશે
નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે જ વિવિધ સુવિધાઓ માટે હકદાર બની ગયું છે નવસારી શહેરને મહાનગરપાલિકા બન્યા બાદ અન્ય મહાનગરપાલિકાઓની જેમ મેટ્રો ટ્રેન તેમજ બીઆરટીએસ જેવા ટ્રાન્સપોર્ટ માટેના વિકલ્પો ઉભા છે. જેમાં ખાસ કરીને સુરત શહેરમાં અસ્તિત્વમાં આવેલા મેટ્રો ટ્રેન અને બીઆરટીએસ પ્રોજેક્ટ નવસારી સુધી લંબાવી દેવામાં આવે તો ઓછી મહેનતે વધુ ફાયદા નવસારીના શહેરીજનોને મળી શકે તેવી પણ શક્યતાઓ છે.
મેટ્રો રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના લાભ મળશે.
નવસારીને મેટ્રો ટ્રેન સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવશે જેનાથી નવસારી શહેરનો વિકાસ થશે ખાસ કરીને પૂર્ણા નદીના કાંઠે વસેલા નવસારી શહેરમાં રિવરફ્રન્ટ માટેની ઉજળી તકો છે અને લોકો માટે ગાર્ડન અને ફરવા ફરવા માટેના સ્થળો ઉભા થશે જેનાથી નવસારી શહેરની કાયાપલટ થઈ શકશે…