નેશનલ હાઇવે નંબર 48 ઉપર આમડપોર નજીક એક અકસ્માત બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં એવી છે કે તમને જોઈને અચંભામાં પડી જશો કે અચાનક આ રીતે તો કોઈ જવાબદાર ટેમ્પો ચાલુ કઈ રીતે ભાન ભૂલે. પરંતુ રાત્રી દરમિયાન એકાએક એવી ઘટના બની. કે આ ઘટનામાં ધડામ કરીને અવાજ આવ્યો. અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
મહત્વની વાત તો એ છે કે રાત્રિનો સમય હતો એટલે લગભગ કોઈ મોટી જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ જ અકસ્માત જો દિવસના બન્યો હોત તો મોટી જાનહાની થઈ શકે તેવી શક્યતાઓ હતી.
રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી જેમાં લગભગ પોણા એક વાગ્યે આ ટેમ્પો ચાલક મુંબઈ થી અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ના સર્વિસ રોડ ઉપર જઈ રહ્યો હતો.
સીસીટીવી માં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આ ટેમ્પાની સ્પીડ એટલી પણ પૂર ઝડપે ન હતી પરંતુ એવી તો શું ઘટના બની કે એકાએક ડિવાઈડર તોડીને આ ટેમ્પો હોટલમાં ઘૂસી જાય છે.