વરસાદમાં રસ્તા ધોવાઈ જવા એ સમગ્ર ગુજરાતની સમસ્યા છે. નવસારી મહાનગરપાલિકા માટે આ મુદ્દો કોઈ નવાઈનો નથી પરંતુ નજરની સામે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવીને રસ્તા બનાવતી વખતે નિયમોનું પાલન ન કરે તો પાંચ શીખવવાની જવાબદારી શહેરીજનોની છે. નવસારી શહેરના ટેકરી વિસ્તારના રામજી ખત્રી વિસ્તારમાં બની રહેલા રસ્તાને લઈને લોકોમાં ભારોબાર આક્રોશની લાગણી જન્મી છે.
દશેરા ટેકરી વિસ્તારના રામજી ખત્રીમાં રસ્તા બનાવી રહેલી જીપીસી ઇન્ફ્રા કંપનીને રસ્તાઓ સમારકામ માટેની કામગીરી સોંપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની સાફ-સફાઈ કર્યા વગર રસ્તો બનાવવાની શરૂઆત કરતા પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવતા કોન્ટ્રાક્ટર પોતાની ભૂલ સુધારી લેવાની વાત કરી હતી સમગ્ર ઘટનાક્રમ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને કોન્ટ્રાક્ટરોની નીતિ અને કામગીરીમાં બેદરકારી કેવી રીતે આચરવામાં આવે છે તે ખુલ્લી પડી છે વાયરલ થયેલા વિડીયો મુદ્દે મહાનગરપાલિકાના એન્જિનિયરો અને લાગતા વળગતા અધિકારીઓ ગંભીરતાથી આકલન કરે અને સ્થળ નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટર એ દાખવેલી બેદરકારીને દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોક લાગણી પણ જન્મી છે.
શું દરેક કોન્ટ્રાક્ટર આવી રીતે મનમાંની પૂર્વક બેદરકારી દાખવે છે.???
દશેરા ટેકરી વિસ્તારના રામજી ખત્રી ના રસ્તા બાબતે લોકોમાં જાગૃતતા દેખાય છે પહેલી વખત પોતાના વિસ્તારના રસ્તાઓ મજબૂત બનીને ધ્યાનમાં રાખીને લોકોએ કોન્ટ્રાક્ટર દ્વારા સાફ-સફાઈ કર્યા વગર કામગીરી શરૂ કરતા વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તો બનાવવા માટે કયા પ્રકારની ગાઈડલાઈન છે તેની માંગ કોન્ટ્રાક્ટરના માણસો પાસે કરી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર એ પોતે સ્વીકાર્યું હતું કે સાફ કર્યા બાદ પુરાણ કરવામાં આવશે આવા જ પ્રકારની જાગૃતિ શહેરીજનોમાં જરૂરી છે.
શહેરના ખાડા પૂરવાના પરવાને દાર આવી જ મનમાંનીથી રૂપિયા ઉસેટી પાલિકાને ચૂનો ચોપડે છે ??
નવસારી મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓને લઈને વિવાદો સપાટી પર આવતા હોય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે શહેરના રસ્તાઓ બનાવવા માટે વરસાદ બંધ થતાની સાથે જ વિવિધ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે તેવા સમયે નવસારી સેના રામજી ખત્રી વિસ્તારમાં રસ્તો બનાવતી વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે જેને લોકોએ ખુલ્લી પાડી છે. આવી જ રીતે નવસારી શહેરના અન્ય વિસ્તારોમાં પણ કામગીરી ચાલી રહી છે તેવા સમયે કોન્ટ્રાક્ટરો પાલિકાને શું ઉલ્લુ બનાવીને મોટી રકમ જાય છે?? એના પર નવસારી મહાનગરપાલિકાના એન્જિનરોએ જાગૃતતા દાખવવાની જરૂર છે એજન્સીના ચાલતા કામોમાં રોજબરોજની કામગીરી સુપરવિઝન અને એમના ડેટાની નોંધણી કરવામાં આવે તો કેવી રીતે કામ થાય છે અને કેટલું કામ થયું તેનું પણ ચોક્કસ ડેટા પાલિકા પાસે આવી શકે.
નવસારી શહેરમાં પંકાયેલા રોડ કોન્ટ્રાક્ટરોની હારમાળા પાલિકા ને ગાઢતા નથી..
નવસારી શહેરમાં ઘણી એજન્સીઓ રોડ રસ્તા બાબતે કામગીરી કરે છે અને સારી એવી મોટી રકમ નગરપાલિકામાંથી લઈ જાય છે પરંતુ યોગ્ય રીતે કામગીરી થતી નથી નવસારી શહેરમાં એવા કેટલાય પંકાયેલા રોડ કોન્ટ્રાક્ટરો છે જેમની સામે લોકોમાં વારંવાર આપણો જોવા મળે છે દર ચોમાસે રસ્તાઓ તૂટી જવાની ઘટના નવસારી શહેર માટે સામાન્ય બની ગઈ છે તેવા સમયે દશેરા ટેકરીના રામજી ખત્રીના લોકોએ દર્શાવેલો વિરોધ સમગ્ર શહેરમાં જો જાગે તો યોગ્ય રીતે રસ્તાઓ બની શકે.
એજન્સીના લોકોને સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટરો એ નિયમોનું ભાન કરાવ્યું આવી જાગૃતિ સમગ્ર શહેરમાં જરૂરી….
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રામજી ખત્રી વિસ્તારમાં નવા રસ્તા બનાવવાની પાલિકાએ શરૂઆત કરી છે જેમાં લોકોએ સતર્કતા દાખવી છે અને સતર્કતા ના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા આડોળાય અને નિયમોને મૂકીને બનાવવામાં આવી રહેલા રસ્તા પર બંધ કરાવી યોગ્ય રીતે કામગીરી કરવા માટે દબાણ કર્યું હતું. નિયમો પ્રમાણે જ કામ કરવામાં ન આવે તો મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી એવી રજૂઆતો કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ભુલ સ્વીકારવામાં આવી છે.
નવસારી શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાના રસ્તા બને છે અને ચોમાસા ના પહેલા વરસાદ એ જ તૂટી જાય છે તેવા સમયે પાલિકા દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરવાના આરોપો થતા હોય છે સમગ્ર કામગીરીમાં જે પ્રકારે બેદરકારી દાખવવામાં આવે છે જેના માટે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે પોતાના પૈસે બનતા રસ્તાઓ પર લોકોએ પોતે જાગૃતિ દાખવવાની જરૂર છે જો લોકો જાગૃત થશે તો રસ્તામાં નિયમો પ્રમાણે કામગીરી ન થાય તો લોકો કોન્ટ્રાક્ટર અથવા એજન્સીને કાયદાનું ભાન કરાવશે તો રસ્તાઓ મજબૂત બનશે અને શહેરનો યોગ્ય રીતે વિકાસ થશે…
