નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન બહાર આવ્યો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવતી અલ્ટો કાર અને ઢોર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે અને ઢોરને પણ ઈજા પહોંચી છે.
કરુણા રથ દ્વારા ઢોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યવસ્થાને સરળ બનાવી.
મુખ્ય રસ્તા પર અકસ્માત થતાં થોડી વાર માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ક્યારેય કડક પગલાં લે છે તેમ લાગતું નથી.