નવસારી: જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતી પોલીસે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના તીસરી ગલી વિસ્તારમાંથી એક મોટી ક્રિમિનલ ટોડકી સામે GUJCTOC એક્ટ હેઠળ ગંભીર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોડકી વર્ષોથી જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહી હતી, જેમાં તેઓ જમીનોના બળવાખોરી કબજા, ધાક-ધમકી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.
કુલ 6 આરોપીઓની ધરપકડ
GUJCTOC હેઠળ દાખલ થયેલા ગુના કેસમાં પોલીસે નીચેના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે…
- અમીન અનવર શેખ
- રોનક છોટાલાલ પટેલ
- કેવીન નાનુભાઈ પટેલ
- મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા
- ગૌરવ રાજેશ ચોટલીયા
- માઝ ફકરૂદીન શેખ
આ તમામ આરોપીઓ સંગઠિત ગુનાખોરીના અલગ અલગ કેસોમાં સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ થયું છે. આ સાથે પોલીસે ટોડકીની સંપૂર્ણ નેટવર્ક શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
એક આરોપી હજુ પણ ફરાર
GUJCTOC એક્ટ હેઠળ એક મુખ્ય આરોપી મહમદ સાબિર અંસારી હાલ પણ ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી છે અને આગળની કાર્યવાહી તેજ કરી છે.