નવસારી જિલ્લામાં મિલ્કત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને ચોરાયેલ મુદ્દામાલની પુનઃપ્રાપ્તી માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી. શાખા તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નીચે મુજબના મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે:
- સોનાનું મંગળસૂત્ર – ૨ નંગ
- સોનાની ચેન – ૧ નંગ
- સોનાની બૂટી – ૧ જોડી
- સોનાની બૂટી – ૧ નંગ
- કુલ કિંમત (સોનાના દાગીના): રૂ. ૫,૦૪,૪૪૮/-
તે ઉપરાંત બીજા ગુનાના સંદર્ભમાં ગ્રે કલરની એક્ટીવા મોપેડ કિંમત રૂ. ૨૦,૦૦૦/- પણ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવી છે.
કુલ રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની કિંમત: રૂ. ૫,૨૪,૪૪૮/-
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ કબ્જે કરાયેલ ચોરાયેલ મુદ્દામાલ ફરીયાદીને પોલીસ અધિક્ષકશ્રી, નવસારીના હસ્તે પરત સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી નવસારી પોલીસની ગુનાઓ ઉકેલવા અને જાહેર જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.