નવસારી શહેરના લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે પ્રેસિડેન્ટ કપ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદના અનેક અવરોધો વચ્ચે આ રમતમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને અંતે અબ્રામા ટીમ વિજયશ્રી મેળવી.
મેચનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરલાલ શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. અંતિમ ફાઇનલ મેચ ગુરુવારના રોજ સાંજે 6:30 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં જિલ્લાના અગ્રણીઓ તેમજ મોટું સંખ્યાંમાં લોકોની હાજરી રહી હતી.
આ સ્પર્ધા માત્ર રમતગમત પૂરતી સીમિત નહોતી, પણ સમૂહિક ઉત્સાહ અને ટીમવર્કનું પ્રતિબિંબ પણ બની. વિજેતા અબ્રામા ટીમને બિરદાવવા માટે વિવિધ આગેવાનો અને ક્રીડા પ્રેમીઓએ શુભેચ્છાઓ આપી.
આ મેચમાં રનર્સ અપ ટીમને 75,000 તેમજ વિજેતા ટીમને 1,25,000 નું ઇનામ આપવાના આવ્યું. અબ્રામાની ટીમ વિજેતા બની જયારે છૂકાજીની ટીમ રનર્સ અપ રહી.