નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર (મા×મ) વિભાગના જણાવ્યા મુજબ તા. ૧૬ જુલાઈ થી ૧૯ જુલાઈ ૨૦૨૫ દરમિયાન નવસારી સુપા-બારડોલી રોડ પર પુર્ણા નદી ઉપર આવેલા સુપા નજીકના બ્રીજ ઉપર લોડ ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
સલામતીના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે આ બ્રીજ સંપૂર્ણપણે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ :
આ અવધિ દરમિયાન વાહનો માટે ભુતબંગલા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો ઉપયોગ કરવો.
આ લોડ ટેસ્ટ ફક્ત જાહેર જનહિત માટે અને બ્રીજની સલામતી માટે કરવામાં આવી રહ્યો છે, તદ્દન જરૂર વગર કોઈ ખોટી વાતો અથવા અફવા ન ફેલાવવાની વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.