નવસારીમાં ટેટુ આર્ટિસ્ટ જય સોની પર મહિલાઓને હવસનો શિકાર બનાવવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જય સોની, જે નવસારીના લુનસી વિસ્તારમાં ટેટુ સ્ટુડિયો ચલાવે છે, યુવતી સાથે સંબંધો કેળવીને હવસનો શિકાર બનાવતો હતો. પોતે લગ્ન કરશે એવી બાંહેધરી આપીને યુવતીને ગર્ભવતી બનાવ્યું અને પછી ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યું. યુવતીની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી શરૂ થઈ અને 11 એપ્રિલ, 2025ના રોજ ગુનો નોંધાયો.
આરોપ અને કાર્યવાહી:
- જય સોની પર બળાત્કાર, છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
- આરોપી પોલીસને ભાગતા બચવા માટે જારી રહ્યો હતો અને હાઈકોર્ટ સુધી જામીન ન મળતા અંતે પોલીસે ધરપકડ કરી.
- પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જય સોની ભાજપના સક્રિય સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલનો કન્વીનર પણ રહ્યો છે. આરોપીની ધરપકડ બાદ સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હવસખોર જય સોનીએ યુવતીને બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી અને લગ્નની માંગ કરતા ધાક ધમકી આપી હતી. યુવતી ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો હતો અને તે દરમિયાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અસમ ઉત્તર પ્રદેશ સુધી સાત મહિના નાસ્તો ફરતો હતો. અંતે હાઇકોર્ટ માંથી આગોતરા જામીન ન થતા પોલીસના શરણે આવી ગયો છે.
ભાજપના સક્રિય સભ્ય તરીકે કામ કરતા અને ગુનોમાં સંડોવાયા બાદ ભાજપ એ પણ સસ્પેન્ડ કરી દીધો હતો. આરોપી જય સોનીની ધરપકડ કરી પોલીસે સંયોગીક પુરાવા એકત્ર કરવાની દિશામાં કામગીરી કરી છે જ્યારે યુવતી સાથે કરેલા દુષ્કર્મ તેમજ વિવિધ સ્થળે જ્યાં જ્યાં ફર્યો હતો અને જેમણે મદદગારી કરી હતી એવા ઈસમોની પણ પૂછપરછ શરૂ કરી છે. ગુનામાં અન્ય કોઈ પરિવારજન અથવા મિત્રની સંભાવના છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે..