નવસારી શહેરમાંથી દુખદ ઘટના સામે આવી છે. નવસારીની પૂર્ણા નદીમાં બે લોકો તર્પણ દરમ્યાન ડૂબી ગયા હતા.
માહિતી પ્રમાણે, નવસારી પૂર્ણા નદી ખાતે આવેલા સ્મશાન ખાતે પિતૃ તર્પણ કરવા આવેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીમર પૂર્ણા નદીમાં તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ટ્રાફિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
જ્યારે ભીખુભાઈ નો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે, તેવામાં ધર્મેશભાઈનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમા શોકની લાગણી જોવા મળી રહી છે.