નવસારી શહેરમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો વિકાસનો પ્રવાસ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો છે અને રાકેશભાઈ દેસાઈ હાલ પ્રયાસો કરી રહ્યા છે. સાથે સીઆર પાર્ટીને પોતાની દીર્ઘદ્રષ્ટિના ભાગ સ્વરૂપે નવસારી શહેરને છેલ્લા દસ વર્ષમાં ઘણી બધી પ્રોજેક્ટની હારમાળા પણ અર્પણ કરી છે. નવસારી શહેરના જિલ્લા કલેકટર થી માંડીને ઉચ્ચ અધિકારીઓએ પણ વહીવટી તંત્રની દીર્ઘદ્રષ્ટિના દર્શન કરાવ્યા છે સાથે નવસારી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની સફળતા નેતાઓ અને વહીવટી તંત્ર સાથે જોડાયેલી છે…
નવસારી જિલ્લાને મળેલા ટાઈડલ ડેમ દેવધા અને વિરાવળ
નવસારી જિલ્લો વિકાસના પંથે ચાલી નીકળ્યો છે એમાં રાજ્ય સરકારનો ખૂબ મહત્વનું યોગદાન છે અને એમાં ચૂંટાયેલી પાંખે મહત્વની યોગદાન આપવાના કારણે નવસારી શહેર સફળતાના સોપાનો અસર કરી રહ્યું છે જેમાં નવસારી જિલ્લાને પાણીના બચત અને સંગ્રહ માટે દેવધા ખાતે મળ્યો છે અને નવસારી ખાતે પૂર્ણા નદી પર પણ ટાઈડલ ડેમ બનાવવાની મંજૂરી મળી છે બંને ડેમ નવસારી માટેની ગર્વની વાત છે. જેમાં નવસારીના દેવધા ખાતે ડેમ બનીને તૈયાર છે પરંતુ પૂર્ણાનો ટાઈડલ ડેમ હજુ બાકી છે જે વહેલું બને અને નવસારીનું સપનું સાકાર થાય
નવસારીને મળેલું મહાનગરપાલિકાનું માળખું જેનાથી વિકાસની ઊંચાઈ વધશે.
નવસારી શહેરને મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે અગાઉ ટ્વીન સીટી નુડા અને વિવિધ રીતે વિકસાવવા માટેના પ્રયાસો થયા હતા હવે છેલ્લે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે જેમાં હજુ જાહેરનામું આવવાનું બાકી છે પરંતુ મહાનગરપાલિકા બનતાની સાથે નવસારી શહેર એક ભવ્ય શેર તરીકે વિકાસ પામશે અને રહેવા માટે તેમજ શાંતિમય સંસ્કારી નગરી તરીકે વિકાસ પામશે શહેરના માળખાગત સુવિધાઓમાં વધારો થશે અને નવસારીનો વિકાસ ઊંચાઈઓ પર પહોંચશે.
નવસારી શહેરનું દુધિયા તળાવ અને સાથે પાણી સંગ્રહ માટે ઇન્ટરલિંગીગ…
પાણી એ જીવનની સૌપ્રથમ જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને નવસારી શહેરને ઇન્ટરલિન્કિંગ તળાવ જો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે જેને લઇને શરબતીયા તળાવ, દેસાઈ તળાવ, દુધિયા તળાવ અને વિવિધ તળાવો જોડીને પાયલોટ પ્રોજેકટ અંતર્ગત શહેરને શુંદ્ધ પીવાનું પાણી મળી રહેશે સાથે પૂર્ણા ટાઈડલ ડેમ બનતા શહેર ને પૂર્ણા નું પાણી નજીક થી મળી રહેશે ..
નવસારી શહેરની દુધિયા તળાવનો વોક વે શહેરનો સુંદર પ્રોજેક્ટ પિયુષ દેસાઈની શહેરને ભેટ.
નવસારી શહેરના દુધિયા તળાવ ફરતે વોક વે બનાવવામાં આવ્યો છે જેનો નવસારીના શહેરીજનો ઉપયોગ કરે છે દુધિયા તળાવની પાળે બનેલી સુંદરતા નવસારીની સુંદરતામાં વધારો કરે છે મોટા ખર્ચે બનેલો, પરંતુ શહેરની સુંદરતામાં વધારો કરતો વોક વે પ્રોજેક્ટ થકી પિયુષ દેસાઈ નવસારી શહેરને સુંદર મજાનું નજરણું ભેટ સ્વરૂપે આપ્યું છે તેમની સફળતાનું એક મહત્વનું સોપાન ગણી શકાય નવસારી શહેરમાં સુંદરતા વધારવા માટે મહત્વનું ગણાતું દુધિયા તળાવનું નવસારીની એક મોટી સફળતા છે.
નવસારી શહેરને એક વર્ષમાં 1000 કરોડના કામો ટાઉન હોલ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રીંગરોડ મળ્યા સી આર પાટીલ ના આશીર્વાદ…
નવસારી શહેરને છેલ્લા એક વર્ષમાં 1000 કરોડથી વધુના કામો બક્ષિસ સ્વરૂપે મળ્યા છે જેમાં રોડ રસ્તા ગટર પાણી ટાઉનહોલ સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન જેવા પ્રોજેક્ટ બક્ષિસ સ્વરૂપે મળ્યા છે સાંસદ સી આર પાટીલ જ્યાંથી પ્રદેશ બન્યા છે ત્યાંથી નવસારી શહેરને મહત્વના કામો મળ્યા છે જેના કારણે નવસારી શહેર સફળતાપૂર્વક વિકાસની ઊંચાઈ ઉપર પહોંચવા માટે આગળ વધી ચૂક્યું છે. હજુ નવસારી શહેરને નવસારી સીટી સાથે જોડવા માટે સીટી બસ સેવા નવસારી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેનાથી નવસારી શહેરની રોનકમાં વધારો થઈ શકે.