નવસારી ખાતે આવેલા વેજલપુરના ઉદ્યોગ નગર ખાતે અનેક વાર આગના બનાવો બનતા હોય છે. અગાઉ પણ બે વાર આગ આ તહેવારના સમયમાં જ લાગી ચૂકી છે. ત્યારે હવે દુકાન નહીં પરંતુ બુલેટ માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગ નગર ખાતે મૂકવામાં આવેલી છે આ બુલેટ છે તેમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નજીકના સમયમાં આ ત્રીજી વાર ઉદ્યોગ નગરમાં આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો જોતા માં બુલેટ આખું બળીને ખાસ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.
જોકે નજીકથી તાત્કાલિક ફાયર એકસ્ટ્રિબ્યુશન ના સાધન લાવીને આગને ઓલવવાની કામગીરી તો હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં બુલેટ ભડથું થયું હતું. હજી કયા કારણસર આગ લાગી તેને લઈને કોઈ સ્પષ્ટતા સામે આવી નથી પરંતુ પ્રાથમિક રીતે પેટ્રોલ લીકેજ હોવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
ચિંતાનો વિષય એ હતો કે તેને અડીને જ વિવિધ ટેન્કરો પણ પડ્યા હતા. કેટલાક સ્થાનિકોનું તો કહેવું છે કે આ ટેન્કરોમાં જ્વેલન્સીલ પદાર્થ પણ હોઈ શકે અને જો આ આટલી મોટી આગ આ ટેમ્પાને ભરખી જાત તો સ્થિતિ શું સર્જાત તે વિચારી પણ ના શકાય. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ હતી.