“એટીએમ” એ શબ્દ હવે ખૂબ પ્રચલિત થતો જાય છે ટાઈમ ઇસ મોર ઈમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા કરતાં સમયની કિંમત વધારે છે તેવા સમયે ઓછા સમયે વધુ કામ થઈ શકે તેવા પ્રકારના ઓટોમેટીક મશીનો બનાવવાની હોડ જામી છે એમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે એટીએમ નો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે જેમાં એટીએમ એટલે “ઓટોમેટેડ ટેલર મશીન” જેમાં કોઈ પણ વસ્તુ મૂકેલી હોય અને એની કિંમત ચૂકવવામાં આવે તો આપણને સીધા જ ચુકવણી કરવાની સાથે તરત એ વસ્તુ મળી જતી હોય છે.
મોટાભાગે એટીએમ મશીનમાં દૂધ, પૈસા, પાણી તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવે છે અને એને ઓટોમેટેડ મશીન બનાવીને એને સંચાલિત કરવામાં આવતી હોય છે જેના કારણે માત્ર પાવરની જરૂર રહેતી હોય છે માનવીય શ્રમની જરૂર પડતી નથી જેના કારણે બનાવનાર કંપની અને પ્રોડક્ટ વેચનાર મેં સીધો ફાયદો થતો હોય છે.
નવસારી શહેરમાં એટીએમ થી મળતું પાણી પાણીમાં ગયું.
નવસારી શહેરના લોકોને સિંચાઈ વિભાગની કેરલમાંથી પાણી લાવીને દુધિયા તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ ફિલ્ટર કરીને શહેરીજનોને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે જેમાં વિવિધ વેરા પેટે રકમ વસૂલ કરવામાં આવે છે પરંતુ શુદ્ધ પાણી ન મળવાની વારંવાર ફરિયાદો ઉગતી હોય છે જેના માટે નવસારી નગરપાલિકા નવતર પ્રયોગ કર્યો હતો પાણી માટેના એટીએમ મશીન મુક્યા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી બંધ પડ્યા હતા અને હવે એ એટીએમ મશીનો શરૂ થઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાના કારણે રીપેર કરવાના બહાના હેઠળ નવસારી શહેરના વોટર વર્ક ખાતે મૂકી દેવામાં આવ્યા છે આજે ખસેડવાની શરૂઆત કરી દેવામાં આવી વોટર વર્ક ખાતે મૂકી દેવામાં આવ્યા છે આજે ખસેડવાની શરૂઆત કરી વોટર વર્ક ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં ખાનગી કંપનીની બનાવટના ચાર જેટલા એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા જેમાં વિઠ્ઠલ મંદિર ચાંદની ચોક અજગર વાળા ભાગ ની પાસે લીમડાચોક દશેરા ટેકરી અને કબીલપોર એમ પાંચ જગ્યાએ એટીએમ મશીનો મુકવામાં આવ્યા હતા. જે ખાનગી કંપની પાસેથી વેચાતા લઈને બનાવવામાં આવ્યા હતા મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જતા કોઈ રીપેર કરનાર ન હોવાના કારણે મશીનો ખખડધજ હાલતમાં આવી જતા હવે પાલિકાએ ઉપાડી લીધા છે અને રીપેર કરવાની વાતો શરૂ કરી છે.
નગરપાલિકાએ પાણીનો વેપલો શરૂ કર્યો હતો.
નવસારી શહેરમાં પાંચ જેટલા એટીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા જેમાં 25 લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો હતો એમાં એક રૂપિયામાં 10 લીટર પાણી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી એક રૂપિયો નાખો એટલે 10 l જેટલું પાણી નીકળતું હતું એવા પ્રકારની ઓટોમેટીક વ્યવસ્થા કરી હતી પરંતુ સમગ્ર પ્રોજેક્ટ ભાંગી પડતા હવે મશીનોને એક જગ્યાએ ખસેડીને મૂકી દેવામાં આવ્યા છે.
નવસારી નગરપાલિકા પાસે આવા કેટલાય નિષ્ફળ પ્રોજેક્ટ તો પડેલા છે.
નવસારી નગરપાલિકા પાસે એટીએમ મશીનો થી માંડીને પાણીની પાઇપલાઇન પાણીની ટાંકીઓ તેમજ શહેરના ડાન્સિંગ ફુવારા, પે એન્ડ પાર્ક પ્રોજેક્ટ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ જેવા ઘણા પ્રોજેક્ટ નિષ્ફળ પડ્યા છે એમાં નવું મોરપીંછ ઉમેરાયું છે એમાં નિષ્ફળ પાણીના એટીએમ નો પ્રોજેક્ટ નો પણ હવે સમાવેશ થશે.
પાણીના એટીએમ રીપેર કરવાની વાત એક વર્ષથી ચાલતી હતી.
નવસારી શહેરમાં એટીએમ મશીનો મૂક્યા બાદ પાણીની લાઈનો ન મળવાના કારણે અને મેન્ટેનન્સ ન થવાના કારણે એટીએમ મશીન બંધ થઈ ગયા હતા જે એક વર્ષ જેટલો સમય પડી રહેવા છતાં પાલિકાએ ધ્યાન ના આપતા હવે ખખડધ જ હાલતમાં આવી જતા ઉપાડી લેવાની આવશ્યકતા ઊભી થઈ છે એક વર્ષથી રીપેર કરવાની વાતો કરતી પાલિકા મશીનો રીપેર કરશે કે પછી ગોડાઉનમાં પડીને સડી જશે?? તેવી ચર્ચા શહેરમાં જાગી છે.
જન હિતમાં પાલિકાના પૈસાનું પાણી કરનાર અધિકારીઓ અને વહીવટદારો પાસેથી વસૂલાત કરવાની નીતિ શરૂ થવી જોઈએ..
નવસારી શહેરના મોટાભાગના પ્રોજેક્ટ ધૂળ ખાઈને પડ્યા છે એમાં કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું હોય તેવા પ્રોજેક્ટો આજે પણ અસ્તિત્વમાં છે. શહેરીજનો માટે નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ જાય તો અધિકારીઓ સામે અને વહીવટદારો સામે જપ્તી નો કાયદો કડકાઈથી અમલી કરવામાં આવે તો શહેરીજનો માટે નક્કર કામગીરી થઈ શકે અને એનું પરિણામ મળી શકે પરંતુ એવી વ્યવસ્થા માટે તંત્રની ઈચ્છા શક્તિ ની જરૂર છે.