નવસારીમાં આકર્ષણ અને ઉત્સાહથી ભરેલું લાઈવ ઇવેન્ટ – NPL (નવસારી પ્રીમિયર લીગ) આગામી 29 તારીખે યોજાવાનું છે. આ ઇવેન્ટ રમતગમત અને મનોરંજનના અનોખા મિશ્રણ માટે પ્રખ્યાત છે. આ પ્રકારનું આયોજન નવસારીમાં ત્રીજી વખત યોજાઈ રહ્યું છે, જેમાં દેશના જાણીતા ચહેરાઓની ખાસ હાજરી રહેશે.
આ પ્રસંગે બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા રાહુલ રોય ઉપસ્થિત રહેશે. 1990 ની બ્લોકબસ્ટર ફિલ્મ “આશિકી” થી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર રાહુલ રોય તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. તેઓ NPL ઇવેન્ટને તેમની હાજરીથી શોભાવશે અને ભાવિ ખેલાડીઓને પ્રેરણા આપશે.
ક્રીડા જગતની નવી ઉમંગ લાવવાના હેતુથી ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગીયા પણ આ ઇવેન્ટમાં ભાગ લેશે. નયન મોંગીયાએ ભારતીય ક્રિકેટ માટે અનેક યાદગાર પળો સર્જી છે અને તેઓ આ ઈવેન્ટના મુખ્ય આકર્ષણ બની રહેશે.
આ કાર્યક્રમમાં ખાસ શું હશે?
• સ્પોર્ટ્સમેનશિપ અને પ્રોત્સાહનથી ભરપૂર ક્રિકેટ મેચો
• સ્ટાર મહેમાનો સાથે મુલાકાત અને ફોટોગ્રાફી લેવા મળે તેવો મોકો
• મનોરંજક ઇવેન્ટ્સ અને લાઈવ શો
• સ્થાનિક કલા અને સંસ્કૃતિના મંચ પર પ્રદર્શન
જુઓ મેચનું આખું schedul….
સ્થળ: લૂંસિકુઇ મેદાન
આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થવામાં છે અને દરેક ભાગની વ્યવસ્થા ને આખરી ઓપ આપી દેવામાં આવી છે.
તમારા પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમનો આનંદ માણવા તૈયાર રહો!