નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ના નેજા હેઠળ યોજાયેલી નવસારી પ્રીમિયર લીગ (NPL)ની ફાઇનલ મેચમાં લાઈફ ઈન ટીમે ત્રિધિ ઇલેવનને માત્ર એક રનના અંતરથી હરાવી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું.
પ્રથમ બેટિંગ કરતા ત્રિધિ ઇલેવને 20 ઓવરમાં 133 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતી લાઈફ ઈન ટીમે અંતિમ બોલ સુધી રસપ્રદ મુકાબલામાં વિજય હાંસલ કર્યો.
વિજેતા ટીમને ધારાસભ્ય આર.સી. પટેલ અને NPLના પ્રમુખ રાજુભાઈ હિરાણીના હસ્તે ટ્રોફી સાથે ઇનામી રકમ પ્રદાન કરવામાં આવી. ફાઇનલ મેચમાં સાંસદ સી.આર. પાટીલે ખાસ હાજરી આપી, ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મેચ દરમિયાન જલાલપોર અને નવસારીના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ફાઇનલ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા. આ ટુર્નામેન્ટે નવસારીમાં ક્રિકેટની રોમાંચક લીગ તરીકે ખાસ ઓળખ મેળવવાની સાથે ખેલાડીઓમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો છે.