Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»હેલ્થ»સાવચેતી એ જ સલામતી: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં આટલું જરૂર કરીએ
હેલ્થ

સાવચેતી એ જ સલામતી: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં આટલું જરૂર કરીએ

મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો. મચ્છરદાનીનો ઉપયોગ કરો, ચોખ્ખા પાણીનાં સંગ્રહની તમામ જગ્યાઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો
Atul RathodBy Atul RathodSeptember 4, 2024Updated:September 4, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Precaution is safety This is all we need to avoid mosquito borne diseases in monsoon season
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લઈએ તે હિતાવહ છે.
સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિઃશુલ્ક તપાસ કરાવવી, મેલેરિયા હોય તો, સંપૂર્ણ સારવાર કરાવવી. સામાન્ય રીતે મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે.

મેલેરિયા સામે સાવચેતી રાખવા માટે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા ન દેવો, પાણીના નાના ખાડા-ખાબોચિયા પૂરી દેવા, પાણીનો મોટી જગ્યામાં સ્ટોરેજ હોય તેવા જળસંગ્રહ સ્થાનોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકાવી, મેલેરિયાથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો.

મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ સામે પણ પણ કેટલીક સાવચેતી રાખી અને સલામત રહી શકાય છે. ડેન્ગ્યુ અટકાયત માટે ચોખ્ખા પાણીનાં સંગ્રહની તમામ જગ્યાઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો. થર્મોકોલની શીટ, બીનઉપયોગી ટાયર, ભંગાર, ખાલી વાસણોમાં ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત ઉપયોગમાં ન હોય અને ફેંકી દેવા યોગ્ય વસ્તુઓનો નિકાલ કરવો. પાણી ભરાયું હોય તેવા સ્થાનો પરથી પાણી ખાલી કરવા, અને તે સ્થળને સુકાવા દેવા.

છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો, પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવી. આ અંગેની વધુ વિગતો માટે આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનોના સંપર્ક કરવો. અગમચેતી રાખી અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.

Input Creadit : Information Department Navsari

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધુ બેસનારા લોકોને નિષ્ણાતોએ આપી ચેતવણી, જાણો તેના નુકસાન

November 15, 2024

આ લીલાં પાંદડાં છે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ, ફાયદા જાણો અને આજથી જ ખોરાકમાં કરો સામેલ

November 14, 2024

Women’s Health : મહિલાઓ માટે કયા ટેસ્ટ કરાવવા સૌથી વધુ જરૂરી, જાણો ડોક્ટર પાસેથી 

October 5, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.