નવસારી ડિસ્ટ્રિક્ટ પ્રિમિયર લીગ દ્વારા આયોજિત પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ, જે આજે બુધવારે (તા. 21/05/2025) સવારે 8:00 વાગ્યે લુન્સીકુઇ ગ્રાઉન્ડ, નવસારી ખાતે શરૂ થવાની હતી, તે વરસાદના કારણે મોખુફ રાખવામાં આવી છે.
આમ, તમામ ક્રિકેટ પ્રેમીઓને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરશે. આગામી કાર્યક્રમની તારીખ અને સમય તદ્દન સક્રિય આયોજન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવશે.
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે, નવસારીના આ અનોખા ઇવેન્ટને સફળ બનાવવા માટે આપના સહકાર અને ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ માટે આયોજન સમિતિ આતુરતા થી રાહ જોઈ રહી છે. તાજેતરની માહિતી માટે અમારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ પર મળતી રહેશે.