નાવસારી જિલ્લાના છાપરા ગામથી મોગર તરફ જતા મુખ્ય માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાન તેજસ અરવિંદભાઈ પટેલનું મૃત્યુ થયું છે. મૃતક મોગર ગામના ઠાકોર ફળિયામાં રહેતા હતા અને તેમની ઉંમર 28 વર્ષ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, યુવાન બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક રખડતા ઢોર સાથે અકસ્માત થયો. ઘટનાબાદ તેમને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલ, નાવસારી ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ જરૂરી તપાસ કરી હતી અને ત્યારબાદ તેજસ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા.
આ બનાવને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ વિભાગ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
