સુરત-નવસારી માર્ગ પર આવેલા વિરાવળ ગામ નજીક આવેલ પૂર્ણા નદીના જૂના બ્રિજ પર ચિંતાજનક ઘટના સામે આવી છે. જર્જરીત હાલતમાં હોય તેવા આ બ્રિજ પર, બે દિવસ અગાઉ જ તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લગાવવામાં આવેલા લોખંડના એંગલ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એવું કૃત્ય કરનાર સામે હવે તંત્ર ચોક્કસ લાલ આંખ કરશે. પ્રજાના જીવને નુકશાન ન થાય તે માટે પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. જોકે આ ગર્ડર તોડી પડયો છે.
આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ અવરોધે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જેનાથી મોટી દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે.
અગાઉ નેશનલ હાઈવે વિભાગ દ્વારા કરવામાં આવેલા સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ આ બ્રિજને “નેગેટિવ” દર્શાવવામાં આવ્યો હતો, જેનાથી આ structural Integrity અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. સ્થાનિક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કોઈએ જાણબૂઝીને એંગલ તોડી ને ભવિષ્યમાં અકસ્માત માટે જમીન તૈયાર કરી છે.
હવે પ્રશ્ન એ છે કે એવી સ્થિતિમાં પણ અધિકારીઓ કેમ ચુપ છે? અને શું યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં? વિસ્તારના લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ભરવા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.