કોઈ પણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો પહેલો આશય આ શહેરને ડબલ ગતિએ દોડાવવાનો હોય છે. તેનો વિકાસ કરવાનો હોય છે. પરંતુ નવસારીમાં સ્થિતિ કઈક અલગ જ જોવા મળી છે. કારણ કે અહીં સમસ્યા તો છે પરંતુ તેના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા નથી તેવા દ્રશ્યો સર્જાયા છે.
વાત છે નવસારીના છાપરા રોડની પંચવટી સોસાયટીની કે જ્યાં છેલ્લા કેટલાય મહિનાથી નરક જેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે અહીં ગટર ઉભરાય છે એટલે કે કોઈ ગટરની કેનાલ ની બાજુમાં રહેતા હોય તેવી સ્થાનિકોની સ્થિતિ સર્જાઈ જાય છે. જો આવી પરિસ્થિતિ સર્જાય એટલે પહેલો પ્રશ્ન લોકોના સ્વાસ્થ્યનો આવે છે. કે શું સ્થાનિકો વેરો ભરે છે તે આવા ગટરના પાણીમાં રહેવા માટે ભરે છે. સાથે સાથે સ્થાનિકોના આક્ષેપો પણ છે કે મહાનગરપાલિકાની ગાડીઓ આવે છે અને જોઈને જતી રહે છે પરંતુ કોઈ યોગ્ય નકર કામગીરી કરવામાં આવી નથી.
સ્થાનિકો નો વિડિયો આ જગ્યા નો વાયરલ થયો છે જેમાં શહેરીજનો કહી રહ્યા છે કે જો હવે મહાનગરપાલિકા વાળા આવશે તો હવે માર પડશે. એટલે કે એક મહિલા આ વીડિયોમાં બોલી રહી છે કે મારવા જેવા જ છે જો હવે આવે તો… કેટલા કંટાળ્યા હશે કે જ્યારે મહિલાઓએ આવી ધમકી આપવી પડે.
નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ છાપરા રોડની જાણે અવગણના જ કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે પહેલા રસ્તાની પરેશાની હતી અને હવે આ ગટરની પરેશાનીઓને છેલ્લા કેટલાય સમયથી અવગણવામાં આવી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.
નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.