નવસારી અપડેટ : નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલ નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એપાર્ટમેન્ટની લિફ્ટમાં 5 વર્ષીય વિપુલ બારૈયા ફસાઈ જતા પરિવારજનોએ ઘબરાટ અનુભવ્યો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.
બાળકને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો. પ્રાથમિક તારણ મુજબ લિફ્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાથી બારૈયા પરિવાર પર શોકનું છાયું છવાઈ ગયું છે અને સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.