Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»દક્ષિણ ગુજરાતના આદિવાસી પરિવારોને શું મળ્યું અને શું ન મળ્યું, જુઓ ભાજપના સાંસદ અને કોંગી ધારાસભ્ય વચ્ચેનું વાકયુદ્ધ
નવસારી

દક્ષિણ ગુજરાતના આદિવાસી પરિવારોને શું મળ્યું અને શું ન મળ્યું, જુઓ ભાજપના સાંસદ અને કોંગી ધારાસભ્ય વચ્ચેનું વાકયુદ્ધ

આદિવાસી સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ માટે વર્ષોથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે. મુખ્ય ધારામાં ફરીથી આદિવાસી સમાજ જોડાય અને મુખ્ય ધારામાં પ્રવેશીને પોતાનું યોગદાન આપી શકે તેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે. જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક તમામ ક્ષેત્રે આદિવાસી સમાજનો યુવાથી માંડીને તમામ લોકો આગળ આવે તેના માટે રાજ્યને કેન્દ્ર સરકાર વર્ષોથી કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. 
Nilesh GamitBy Nilesh GamitNovember 11, 2024Updated:November 11, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
tribal families South Gujarat counter between BJP MP and Congolese MLA
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

આદિવાસી સમાજના વિકાસ માટે હજુ ખૂટતી અને ઘટતી કડીઓ સમાજને સતાવી રહી છે. સમગ્ર ગુજરાત આદિવાસી સમાજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી ટ્રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ત્રણ દિવસીય આદિવાસી ટ્રેડ ફેરમાં એક લાખથી વધુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેમને સ્કીલ ડેવલોપમેન્ટથી માંડીને અન્ય સેમિનારો દ્વારા કાર્યક્રમોકરીને નોકરી ધંધા રોજગાર માટેનું સૂચન, સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ધંધા રોજગાર કરી સફળ થયેલા લોકોની સફળ સ્ટોરીઓ બતાવીને તેમની સાથે વાત સંવાદ પણ કરવામાં આવ્યા હતા. સાથે કેટલાક એનજીઓ પણ જોડાયા હતા. તેમના સહયોગથી વિવિધ સહાય પણ મળી હતી.

કંપનીઓથી માંડીને કોર્પોરેટ સેક્ટરમાં રોજગારી મળે અને સ્કીલ ડેવલોપમેન્ટ તથા એમ.એસ.એમ.ઈ. જેવી યોજનાઓમાં કેવી રીતે આગળ વધી શકાય કેવા પ્રકારની સહાયકારી યોજનાઓ છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત થતાની સાથે જ રાજનીતિની પણ શરૂઆત થઈ ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાત યુદ્ધ છેડવામાં આવ્યું છે. અનંત પટેલે શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આવા પ્રકારના મેળાઓ રાજ્ય સરકારે કરવા જોઈએ તેના બદલે આદિવાસી સમાજના નેતાઓ કરે છે એમને અભિનંદન આપું છું પરંતુ સરકારે આ બાબતે વિચારણા કરવી જોઈએ.

જે મુદ્દાને લઈને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પોતાનો જવાબ આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના બે નેતાઓ રાજકારણ કરે છે. આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોવાના આરોપ કર્યા હતા. જેને લઇને રાજકારણ ગરમાયું છે આરોપણની રાજનીતિ શરૂ થઈ છે.

આદિવાસી ટ્રેડફેરને રાજકીય સ્વરૂપ ન આપવાની કરવામાં આવી હતી વાત…

આદિવાસી ટ્રેડફેર દ્વારા ગુજરાત અને અન્ય રાજ્યના આદિવાસીઓને રોજગારી મળે એવા આશયથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દિવસે કાર્યક્રમમાં વિવિધ સેમિનારો અને રાત્રી દરમિયાન આદવાસી નાચ-ગાન અને વિવિધ પારંપરિક રૂઢિ અને રીતિ રિવાજો પ્રમાણે કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું ઉદઘાટન આદિવાસી ધારાસભ્યો અને કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર હાજર રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ રાજકારણ ઊભો થતા આદિવાસી નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો છે.

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈત્ર વસાવા અને અનંત પટેલ પર કર્યા શાબ્દિક પ્રહારો

જેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના બે આદિવાસી નેતાઓ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. સાથે અનંત પટેલને ત્રણ સવાલો કર્યા હતા. તમે કરેલા દસ કામો રાહુલ ગાંધીએ અનામત નાબૂદ કરવાની વાતો કરી હતી તે મુદ્દે તમારું નિવેદન અને આદિવાસીના પ્રશ્ન મુદ્દે પક્ષને સાઇડલાઇન કરવાની વાતો કરો છો તો દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે દ્રોપદીને મત કેમ નહોતો આપ્યો ??  એવા ત્રણ સવાલો કર્યા હતા. જેની સામે અનંત પટેલે પણ જવાબ આપ્યો છે .

અનંત પટેલે પોતાની સફળતા વર્ણવી અને 30 વર્ષના ભાજપના શાસન સામે સવાલો ઊભા કર્યા

હાલ અનંતભાઈ પટેલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં કામે લાગ્યા છે. તેમના પર શાબ્દિક પ્રહાર થતાં તેમણે જવાબ આપ્યો છે. ધવલ પટેલને સવાલોના જવાબ આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી પોતાની શાસનની ધુરા સંભાળે છે પરંતુ આજે ટ્રેડફેર ઉજવવામાં આવ્યો હતો એ આદિવાસી સમાજે કેમ કરવો પડ્યો છે એનું વળતર રાજ્ય સરકાર આપશે ? સાથે ત્રણ સવાલોના જવાબ પૂછાતા જેમાં પોતાની 10 કામગીરીઓ પોતાના મત વિસ્તારની જણાવી હતી. કોટેજ હોસ્પિટલથી માંડીને વિવિધ કામો તેમણે પોતાના મત વિસ્તારમાં કર્યા છે. ડોક્ટરની ગઢ મુદ્દે રાજ્ય સરકાર કેમ કામ કરતી નથી ? મારા કહેવાથી કોટેજ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા બાદ કામગીરી કરવામાં આવે છે ત્યાં સુધી કામગીરી થતી નથી. સાથે ભાજપ રાજનીતિ કરી રહી હોવાનું તેમણે ગંભીર આરોપો કર્યા છે.

ધવલ પટેલ પહેલી વખત આક્રમક મૂળમાં દેખાય 10 મિનિટ સુધી તેમણે પત્રકાર પરિષદને સંબોધી

આદિવાસી ટ્રેડફેરના મુદ્દાને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જેમાં ધવલ પટેલ સાંસદ વલસાડ ડાંગ દ્વારા અનંત પટેલ પર રાજનીતિનો આરોપ લગાવતા અનંત પટેલે પણ વળતો પ્રહાર કર્યો છે અને અસલ મીડિયાના માધ્યમથી તેમણે પણ જવાબ આપ્યો છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે સાંસદ ધવલ પટેલે પત્રકાર પરિષદ સંબોધીને આનંદ પટેલે કરેલી વાતોનો જવાબ આપ્યા હતા

વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે આવનારી ચૂંટણીમાં એટલે કે 2027 માં ભારતીય જનતા પાર્ટી આદિવાસી પત્તાની તમામ 27 વિધાનસભા બેઠકો જીતશે તેઓ દાવો કર્યો

સાંસદ ધવલ પટેલે નવસારી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી પટ્ટાની એટલે કે ઉમરગામથી અંબાજીની 27 વિધાનસભા બેઠકો જે આદિવાસી રિઝર્વ છે તમામ બેઠકો પર અમેજ જીતીશું અમારું કામ બોલે છે. ચૈત્ર વસાવા અને અનંત પટેલ બંને ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ગંભીર રીતે હારી ચૂક્યા છે આ તેમને સબક છે અને આવનારી ચૂંટણીમાં અમે જંગી બહુમતીથી જીતીશું એવો દાવો કરવામાં આવ્યો છે. જેની સામે અનંત પટેલે પણ દાવો કર્યો છે કે અમે 2017ની ચૂંટણીમાં જીતીશું અને ગુજરાત સરકારમાં સરકાર પણ બનાવીશું અને કેન્દ્રમાં પણ બેઠા થવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ એમ જણાવ્યું હતું.

Aadivasi Anant Patel Bhajap Congress Dhaval Patel Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.