Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે
જમ્મુ કાશ્મીર

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

મેડિકલ કોલેજની માન્યતા રદ થતાં સંઘર્ષ સમિતિએ કરી ઉજવણી સંસ્થાનમાં સનાતન ધર્મની પરંપરા સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે "બાયલોઝ" માં સુધારાની કરી માંગ...
Atul RathodBy Atul RathodJanuary 28, 2026Updated:January 28, 2026No Comments5 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

માતા વૈષ્ણોદેવી એ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું મહત્વનું આસ્થા નું પ્રતીક છે જ્યાં દેશ દુનિયામાં વસતા હિન્દુઓ આસ્થા પૂર્વક પૂજા અર્ચના અને ચઢાવા માટે આવે છે. માતા વૈષ્ણોદેવી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એવા માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં 2025- 26ના વર્ષમાં દરમિયાન મેડિકલ કોલેજની માન્યતા મળી હતી. જેમાં 50 જેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજની માન્યતા દરમિયાન નીટ દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હોય છે પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ધરાવતા 85% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એવો રાજ્ય સરકારના નિર્ણયને પગલે 50 માંથી 42 બેઠકો પર મુસ્લિમ છાત્રોને પ્રવેશ મળ્યો હતો જ્યારે સાત હિન્દુ અને એક શીખ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ના આધારે પ્રવેશ થતા સૌથી વધુ મુસ્લિમ છાત્રોને રાજ્ય સરકારે ફાયદો કરાવી એડમિશન કરાવ્યા હતા જેને લઈને હિન્દુ સંગઠનો એ વિરોધ નોંધાવ્યો હતો અને માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજ સામે સંઘર્ષ સમિતિ બનાવી વિરોધ નોંધાયો હતો.

વિરોધ ના પગલે જમ્મુ કાશ્મીરનું રાજકારણ કરમાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘર્ષ સમિતિએ રાજ્ય સરકારના નિર્ણય સામે આંદોલન છેડ્યું હતું જેમાં લાંબા વિરોધ વચ્ચે અંતે સફળતા મળી છે. મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જેને લઇ સંઘર્ષ સમિતિ દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા કોલેજની માન્યતા રદ કરવાના નિર્ણય આવકાર્યો હતો અને ઉજવણી કરી હતી. સંઘર્ષ સમિતિના સંયોજક કરનાર રઘુવીર સિંહ મનકોટિયાનું એવું કહેવું છે કે એન એમ સી દ્વારા મેડિકલ કોલેજ ની ભરવાની રદ કરવી છે તે બતાવે છે કે તેઓ કોઇ પણ અન્ય સામે લડવા માટે તૈયાર છે તેમણે ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા ને શ્રાઇન બોર્ડ ને નિર્દેશ આપે કે ભવિષ્યમાં સંસ્થાના અંદર સનાતન ધર્મની પરંપરાઓ અને સંસ્કૃતિનો પૂર્ણ સન્માનિત કરાય તેના માટે બાયોલોજ માં સુધારા કરવામાં આવે. સંઘર્ષ સમિતિની જીત થતા ઢોલ નગારા સાથે શહેરના વિવિધ માર્ગો પર પ્રદર્શન કર્યું હતું રઘુનાથ મંદિરે પહોંચીને ભગવાનના આશિષ લઈ સંઘર્ષ સમિતિનું ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના નું પ્રતીક હોવાનું જણાવ્યું હતું. સંઘર્ષ સમિતિની આ કાર્યવાહી અને તેમના નેતાઓના નિવેદનો સ્પષ્ટ કરે છે કે તેઓ સનાતન સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે સંપૂર્ણપણે સમર્પિત છે અને તેઓ કોઈપણ અન્ય લડવા માટે તૈયાર હોવાનું સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

મેડિકલ કોલેજમાં એડમિશન કેવી રીતે થાય છે??

સામાન્ય રીતે મેડિકલ કોલેજોમાં નીટની પરીક્ષામાં મેરીટ ના ધોરણે એડમિશનનો થતા હોય છે. જેમાં રાજ્ય સરકારના 85% અને એઆઈસી ( ઓલ ઇન્ડિયા કોટા)ના 15% એમ કોટા પ્રમાણે એડમિશન થતા હોય છે. પરંતુ કેન્દ્રશાષિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકાર દ્વારા એડમિશનો બાબતે પોતાની જો હુકમી ચલાવી હોવાના સંઘર્ષ સમિતિએ આરોપ કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રાધાન્ય આપી એડમિશન કરવામાં આવ્યા હતા જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો.

માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજના વિરોધ કેમ થયો??

દેશ અને દુનિયામાં વસતા હિન્દુ ધર્મ સાથે આસ્થા ધરાવતા અને સનાતન સંસ્કૃતિના ધામ એવા માતા વૈષ્ણોદેવી ના દર્શને આવતા સનાતનની ભાઈ ભાંડુઓના ચઢાવાથી મેડિકલ કોલેજ ચાલતી હતી અને મેડિકલ કોલેજમાં વિધર્મીઓના રહન સહન અને ખાણીપીણીના કારણે સનાતન ધર્મના પ્રતિક એવા માતા વૈષ્ણોદેવીના સ્થાને વિવાદો ઉભા થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી સાથે હિન્દુ ધર્મના મંદિરોની આવકનો ઉપયોગ સનાતન ધર્મની જાળવણી અને તેના વિકાસ માટે જ થાય તેવી માંગ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને અંતે નેશનલ મેડિકલ કાઉન્સિલે મેડિકલ કોલેજની માન્યતા રદ કરી

માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની માન્યતા ધારાધોરણોની અનિયમિતતાને પગલે એનએમસી( નેશનલ મેડિકલ કાઉન્સિલ) એ રદ કરી….

માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ની મેડિકલ કોલેજ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા રદ કરવામાં આવી છે જેમાં આકસ્મિક મુલાકાત સમયે કોલેજમાં દર્દીઓની સંખ્યામાં માપદંડો અનુસાર સંખ્યા ન હોવી, જરૂરી ઓપરેશન થિયેટરો ન હોવા, લાઇબ્રેરીની જરૂરિયાત મુજબ પુસ્તકો નો અભાવ, પૂરતો અને અનસ્કિલ્ડ સ્ટાફ જેવા મહત્વનો માપદંડોમાં ઊણા ન ઉતરવાના કારણે પણ નેશનલ મેડિકલ કાઉન્સિલ એ ગંભીર નોંધ લઇ વિરોધના વંટોળ બાદ મેડિકલ કોલેજની માન્યતા રદ કરવાનો હુકમ કર્યો છે.

દક્ષિણ ભારતના કેટલાક મંદિરો ની આવકમાંથી સનાતન ધર્મની જાળવણી માટે ધનનો ઉપયોગ …

છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિરો સરકારના તાબા હેઠળ છે અને જેની આવકનો ઉપયોગ વિવિધ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જેને લઇ ચર્ચાઓ શરૂ થઈ છે. હિન્દુ સનાતની લોકો દ્વારા ચઢાવો કરવામાં આવે છે જેનો ઉપયોગ હિન્દુ ધર્મના વિકાસ તેમજ સનાતન ધર્મની જાળવણી માટે ઉપયોગ કરવામાં આવે તેવો પણ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો માં હિન્દુ મંદિરોના ચડાવવા માંથી હિન્દુ ધર્મના ગૌશાળા ગુરુકુળ તેમજ સંસ્કૃત પાઠશાળાઓ જેવા મહત્વના ગણાતા સનાતન ધર્મને ટકાવવા માટેના માધ્યમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ જ રીતે માતા વૈષ્ણોદેવી મંદિરના ચઢાવવા માંથી ઊભી થતી આવકનો ઉપયોગ પણ હિન્દુ ધર્મ અને સનાતનની રક્ષા માટે કરવામાં આવે તેવી માંગ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને જેને હવે મેડિકલ કોલેજના મુદ્દા બાદ બળ મળશે.

અન્યાયી મેડિકલ કોલેજના પ્રવેશબાદ માન્યતા રદ થતાં રાજકારણ ગરમાયું સંઘર્ષ સમિતિ નો ઉત્સાહ વધ્યો…

માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી ની મેડિકલ કોલેજ ના પ્રવેશને લઈને સંઘર્ષ સમિતિએ વિરોધ પ્રદર્શનનો કર્યા હતા અને વિવિધ રજૂઆતો કરી હતી જેમાં અન્યાય પ્રવેશ બાદ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા રદ કરવામાં આવી છે અને રાજ્યપાલને અપીલ કરી છે કે યુનિવર્સિટીના બાયલોઝમાં સુધારો કરવામાં આવે જેમાં હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિ ની જાળવણી માટે ફંડનો ઉપયોગ થાય તેવા પ્રકારના સુધારા કરવામાં આવે તેવી માંગણી કરી છે. એન એમ સી ના નિર્ણયને પગલે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા રાજકીય પક્ષોના માંધાતાઓની વર્ષો જૂની જો હુકની પણ આ નિર્ણયથી તૂટી છે. લાંબી લડત બાદ સંઘર્ષ સમિતિ નું આંદોલન ફળીભૂત થયું છે જેને લઈને લોકો આનંદોત્સવ મનાવી રહ્યા છે..

મેડિકલ કોલેજ રદ થતાં હવે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું શું ??

નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા માતા વૈષ્ણોદેવી એમબીબીએસ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે વિવિધ અનિયમિતતાઓના મુદ્દાઓ ઉપસ્થિત છતાં કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે 50 જેટલા વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના છે જેમાંથી 42 મુસ્લિમ અને આઠ હિન્દુ વિદ્યાર્થીઓના એડમિશન થયા હતા જેમને નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા નજીકની મેડિકલ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે અને એની દેખરેખ નેશનલ મેડિકલ કાઉન્સિલ કરશે. જેનાથી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય ન બને.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

શું તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો ? આ 10 દેશોમાં તમે તરત જ મેળવી શકો છો નાગરિકતા 

January 7, 2025

નથી માનતું બાંગ્લાદેશ ? તો હિન્દુઓની સુરક્ષા માટે બીજી રીત અપનાવો, RSSની મોદી સરકારને અપીલ, જુઓ Video

December 11, 2024

સુવિધા, પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે

November 27, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,804 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,701 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,350 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,987 Views
Don't Miss
નવસારી

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

By Atul RathodMarch 17, 20260

નવસારી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું…

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026

નવસારીમાં રિલાયન્સની સામે આવેલી Post Office ને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

February 27, 2026

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

February 21, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.