નવસારી નજીક આવેલા મુનસાડ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. મુનસાડ ગામમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો. દીપડાએ તરાપ મારી શ્વાનનો શિકાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રહેણાક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધાતા લોકોમાં ભય ફેલાયો છે. ખોરાકની શોધમાં દીપડો રહેણાક વિસ્તારમાં આંટાફેરા મારતો જોવા મળ્યો. અગાઉ પણ અનેક વાર આ પ્રકારે દીપડાના આંટાફેરા જોવા મળે છે. દીપડાના આંટાફેરા વધતા વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી..
ગુરુવારે શહૂ ગામે પણ દીપડો નજરે ચડયો હતો. જેને લઈ ગ્રામજનોમાં બહેનો મહોલ ફેલાયો છે.