ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. ઉકાઈ ડેમના પાણીના કારણે ખેડૂતો સધ્ધર બન્યા છે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેતું હોય છે. ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતને પાણી પહોંચાડતા ઉકાઈ ડેમની કેનાલો રીપેરીંગ કરવા માટે બે મહિના સુધી પાણી વિતરણ બંધ કરવાનું સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
શહેરીજનોને આપવામાં આવતા પાણી ના જથ્થા પર કાપ
નવસારી શહેરમાં ઉકાઈ ડેમના સિંચાઈ વિભાગની ચેનલો મારફતે તળાવો ભરીને શહેરને પાણી પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ બે મહિના ચાલી શકે એટલું પાણી સંગ્રહ થઈ શકતું નથી. પીવાના શુદ્ધ પાણીની વિતરણ વ્યવસ્થામાં પાણીના ઓછા જથ્થા ના કારણે શહેરીજનોને આપવામાં આવતા પાણી ના જથ્થા પર કાપ મુકવા માટે પાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. મહત્વનું છે કે તેમણે જણાવ્યું કે, 5 ડિસેમ્બર 2024 થી 16 જાન્યુઆરી સુધીનું ટાઈમટેબલ પણ વોટર વર્કસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
પાણીનો જથ્થો ઘટાડવાની પાલિકાની કામગીરીને લઈને ઓછા દબાણથી પાણી મેળવતા વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. નવસારી જિલ્લામાં ચોમાસુ અને ઉનાળુ ડાંગર કરવામાં આવે છે જેમાં નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટાભાઈ ડાંગર નો પાક કરવામાં આવે છે જેને પણ પાણી કામના કારણે મોટા નુકસાનની શક્યતાઓ ને પગલે ખેડૂતો ની ચિંતા વધી છે.
નવસારીના વહીવટી તંત્ર અને શાસકો દ્વારા આયોજન
શુદ્ધ પાણી નવસારીજનોને મળી શકે એને ધ્યાનમાં રાખીને નવસારીના વહીવટી તંત્ર અને શાસકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિંચાઇ વિભાગની કેનાલ દ્વારા શહેરના દૂધિયા તળાવ સરબતિયા તળાવ અને દેસાઈ તળાવ વિસ્તારોમાં આવેલા તળાવમાં પાણી ભરવામાં આવે છે અને ફિલ્ટર કરીને શહેરીજનોને આપવામાં આવે છે.
એક ટાઈમ પાણી કાપ માટેનું આયોજન
નવસારી શહેરમાં અંદાજે 80,000 થી વધુ નર કનેક્શન આપવામાં આવ્યા છે જેમાં ડોમેસ્ટિક અને કોમર્શિયલ કનેક્શન આપવામાં આવે છે. સિંચાઈ કેનલ બંધ કરવાના કારણે એક ટાઈમ પાણી કાપ માટેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં ઓછા દબાણે પાણી આવે છે ત્યાં પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતાઓ પણ યોજાઈ રહી છે.
સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવતા પાણીના કારણે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ઉનાળુ ડાંગર કરવામાં આવે છે અને સારી એવી કમાણી ખેડૂતો કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે બે મહિના કેનાલ બંધ રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે રીપેરીંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેવા સમયે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો અને કેનાલ આધારિત પીવના પાણીની વ્યવસ્થા ધરાવતા લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. બે મહિના પાણી કાપ મૂકવાના આયોજન પર વિચારણા કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે.