Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»મારે પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનવું છે.. જાણો કોણ-કોણ છે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદાર ?
નવસારી

મારે પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનવું છે.. જાણો કોણ-કોણ છે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદાર ?

સમગ્ર ગુજરાતમાં સંગઠન પર્વની ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી છે. મંડલ પ્રમુખોની નિમણૂક થઈ ચૂકી છે હવે જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે.
Atul RathodBy Atul RathodJanuary 4, 2025No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલા નિરીક્ષકો તમામ જિલ્લાઓમાં જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પ્રદેશ ભાજપ એ નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે ક્રાઈટેરિયામાં ફિટ બેસતા પ્રમુખોની નિમણૂક કરશે. ત્રણ મુખ્ય દાવેદારોની પેનલ બનાવશે અને એમાં પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે.

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ કોણ એને લઈને નવસારી જિલ્લામાં રાજકારણ ઘરમાં આવ્યું છે જુના નવા અને જૂના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે થનગનાટ કરી રહ્યા છે. જેમાં જાતીય સમીકરણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નિમણૂક કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ પ્રમુખ બનવા માટે 15 જેટલા નામો સામે આવ્યા છે. જેમાં મહત્વના ગણાતા જિલ્લા ભાજપ પ્રમુખ કોણ બનશે એને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

ભારતીય જનતા પાર્ટી સમગ્ર નવસારી જિલ્લા પર પ્રભુત્વ ધરાવે છે. તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી સત્તાનું દુકાન સંભાળે છે. ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શું કામ છે. જ્યારે હાલમાં જાહેર થયેલી મહાનગરપાલિકામાં નજીકના સમયમાં ચૂંટણી આવશે.

જ્યારે બીલીમોરા નગરપાલિકામાં પણ નજીકના સમયમાં ચૂંટણી આવનાર છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાજકારણ ગરમાયું છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ હશે અને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે 15 જેટલા નામોમાંથી કોને શોર્ટિંગ કરવામાં આવશે અને મુખ્ય ત્રણ નામો પાર્લામેન્ટરી બોર્ડમાં જશે જેના આધાર પર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક થશે.

ભારતીય જનતા પાર્ટીમાં ભુરાલાલ શાહે ત્રણ વર્ષ દરમિયાન પોતાની કામગીરી કરી હતી, અને સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જીતાડવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક તાતણી બાંધવાનો સન્નીષ્ટ પ્રયાસ કર્યો હતો. સંગઠનના તમામ કામોમાં જેમાં સભ્યો નોંધણી હોય કે પછી અન્ય મહત્વની ભારતીય જનતા પાર્ટીની કામગીરીમાં તેમણે કામગીરી કરી છે.

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારો ,…

  • ભુરાલાલ શાહ
  • કરસન ટીલવા
  • અશોક ગજેરા
  • અશ્વિન પટેલ
  • દિનેશ પટેલ
  • અશોક આહીર
  • અશોક પટેલ
  • મનીષ પટેલ
  • પ્રાણલાલ પટેલ
  • વિજય પટેલ
  • કેતન નાયક
  • ધીરુભાઈ ભાડજા
  • અંકિત દેસાઈ
  • મથુરદાસ ટંડેલ
  • મહેશ ગામીત…

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દાવો કરનાર મોટાભાગે હોદ્દા ઉપર રહી ચૂકેલા ચહેરાઓ.

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ માટેની દાવેદારી કરનાર ભૂરાલાલ શાહ પણ પૂર્વ પ્રમુખ છો તેમને ફરીથી દાવેદારી કરી છે અશ્વિનભાઈ પટેલ જેવું મહામંત્રી છે તેમને પણ દાવેદારી કરી છે અશોક ગજેરા કે જેઓ જિલ્લાના ઉપપ્રમુખ છે દિનેશભાઈ પટેલ કે જેઓ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે મનીષભાઈ પટેલ કે જુઓ નવસારી જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે વિજયભાઈ પટેલ કે જેઓ પણ બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ તરીકે કામ કરી ધીરુભાઈ જેમને ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં મહત્વની કામગીરી કરી છે કેતન નાયક કે જેવો ગણદેવીના રાજકીય અગ્રણી છે અને સહકારી ક્ષેત્રમાં પણ તેઓ નામના ધરાવે છે અંકિતભાઈ દેસાઈ કે જેઓ નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને વિવિધ સંગઠનમાં કામ કરીને એક મહત્વનું સ્થાન ધરાવે છે.

ભુરાલાલ શાહ રિપીટ થવાની શક્યતાઓ.

જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બનવા માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જેમાં સાત વર્ષનો પણ પ્રમુખ હોઈ શકે તેવા પ્રકારનું ક્રાઈટેરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ફરીથી ભુરાલાલ શાહને તક આપી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક તાતણે બાંધીને એક પરિવારની જેમ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

જાતીય સમીકરણો પણ ખૂબ મહત્વના

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય બેલેન્સ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભૂરાલાલ શાહને ફરીથી રીપીટ કરીને મહત્વની ગણાતી દેસાઈ કોળી પટેલ અને આદિવાસી એમ ત્રણેય જ્ઞાતિઓના મહામંત્રીઓ ફરીથી બનાવીને નવસારી જિલ્લાને ફરીથી નવા જિલ્લા ભાજપ પ્રમુખ આપી શકે અને નવસારી જિલ્લાને ફરીથી તમામ ચૂંટણીઓ જીતવા માટે સજજ કરી શકે છે.

જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓની રીંગ બની…

રાજકીય પક્ષોમાં હોદ્દાઓ મેળવવા માટે મોટાભાગે રાજ્ય ગતકડાઓ ઉભા કરવામાં આવતા હોય છે ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા માટે પણ ભાજપના જ કાર્યકર્તાઓની રીંગ બની છે જેમાં જુના હોદ્દાઓ ભોગવી ચૂકેલા સત્તાનું શાસન સંભાળી ચૂકેલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે એમાં રિંગ બનાવીને પોતાના ગ્રુપનો પ્રમુખ આવે તેના માટેના પ્રયાસ આંતરિક રીતે ચાલી રહ્યા છે.

જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે જિલ્લાના ધારાસભ્યો પણ મેદાને !

કોઈપણ રાજ્ય પક્ષનું સંગઠન એ પક્ષને ચલાવવા માટે મહત્વનું ભૂમિકા ભજવતું હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં ચૂંટાયેલી પાકનું એટલે કે ધારાસભ્યોને સંસદ સભ્યોનું વધારે પડતું ઇન્ટરફિયર રહેતું હોય છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ સંગઠનમાં પોતાના લોકોને ગોઠવવા માટે ધારાસભ્ય મેદાનમાં ઉતારતા હોય છે. જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે પણ નવસારી જિલ્લામાં ધારાસભ્યો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સંગઠનમાં ચૂંટાયેલી પાંખનો હસ્તક્ષેપ પક્ષને ક્યાંક નુકસાન પણ પહોંચાડી શકે..

Bhajap Gujarat News Navsari Navsari President
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.