Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ભુરાલાલ શાહ રિપીટ કે પછી નવું માથું, નવસારી જિલ્લા નવા ભાજપ પ્રમુખ કોણ ? મહામંત્રીઓમાંથી કોઈક પ્રમુખ પદે બિરાજશે !
નવસારી

ભુરાલાલ શાહ રિપીટ કે પછી નવું માથું, નવસારી જિલ્લા નવા ભાજપ પ્રમુખ કોણ ? મહામંત્રીઓમાંથી કોઈક પ્રમુખ પદે બિરાજશે !

સમગ્ર ગુજરાતમાં સંગઠન પર્વની શરૂઆત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના જુના નવા કાર્યકર્તાઓ પોતાના કામ અને શક્તિ પ્રમાણે હોદ્દાઓ મેળવવા માટે ઈચ્છા શક્તિ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે નવસારી ભાજપના નવા અધ્યક્ષ કોણ તેને લઈએ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે.
Atul RathodBy Atul RathodDecember 4, 2024No Comments5 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
who will become Navsari District BJP President
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ભારતીય જનતા પાર્ટી દેશ અને દુનિયામાં સૌથી મોટી રાજકીય પક્ષ તરીકે ઉભરીને આગળ આવ્યો છે. કાર્યકર્તાઓની લાંબી કતાર ભારતીય જનતા પાર્ટીમાં તાકાત બનીને આગળ આવી છે ગુજરાતમાં 30 વર્ષથી રાજ સંભાળે છે અને કેન્દ્રમાં 10 વર્ષથી સત્તાનું સુખાન સાંભળી રહ્યા છે અને ત્રીજી વખત કેન્દ્રમાં પણ પોતાનું સુખાન સંભાળીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથામણ કરી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં એક પછી એક જીત હાંસલ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની શરૂઆત કરી છે એમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે. 

ભારતીય જનતા પાર્ટી એક મહિના પહેલા સભ્યો નોંધણી કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં તમામ લોકોને અલગ અલગ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા હતા જેમાં સાંસદ સભ્યથી માંડીને ધારાસભ્યને સંગઠનના તમામ ચૂંટાયેલા હોદ્દેદારો માટે સભ્યો બનાવવા માટે અલગ અલગ લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જેના આધાર પર કાર્યકર્તાઓનો આંકલન અને કામ કરવાની ક્ષમતા ની માપણી કરીને હવે સંગઠન શક્તિમાં તેમને લઈ જવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

સંગઠન પર્વની શરૂઆત થઈ ચૂકી છે જેમાં નિરીક્ષકો અને પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે જેના આધાર પર હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે કાર્યકર્તાઓ પોતે દાવો કરીને સંગઠનમાં આગળ જવા માટે હોદ્દાની માંગણી કરી શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક માટે 40 વર્ષ સુધીના યુવાનોની ફોજ મેદાનમાં ઉતારવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એ જોતા નવસારી શહેરમાં વિવિધ દાવેદારો જેમાં સંગઠનના અનુભવીઓ અને પાલિકામાં ચૂંટાયેલા અનુભવી નેતાઓ પક્ષમાં મંડળ કક્ષાથી માંડીને જિલ્લા પ્રમુખ સુધીના હોદ્દાઓ માટે દાવાઓ કરી રહ્યા છે અને લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ કોણ તે મુદ્દાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

60 વર્ષ સુધીની મર્યાદા અને ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા ક્રાઈટેરિયામાં ફીટ ન થતા હોય તેવા લોકોને સાઈડ લાઈન કરવામાં આવશે કે પછી નવેસરથી વિચારણા કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે ખાસ કરીને જૂનું તે સોનુ ની વાતો સંગઠનમાં મહત્વની ગણાતી હોય છે સંગઠન માટે જુના નેતાઓને કાર્યકર્તાઓએ પોતાનું લોહી રેડ્યું હોય છે જેના કારણે તેમને સાઇડલાઇન કરી શકાય નહીં પરંતુ તેમને ત્યાં ગોઠવવા નિગમવા લઈ જવા કે કોઈક જગ્યાએ શોમાં જળવાઈ શકે તેવા હોદ્દા ઉપર ગોઠવવા તે બાબતની ચર્ચા વિચારણા પણ ફરીથી થઈ શકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

નવસારી જિલ્લામાં સંગઠન ટોળીમાં મહામંત્રી માંથી કોઈક જિલ્લા ભાજપ પ્રમુખ બની શકે તેવી ચર્ચાઓ ??

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ કોણ રહેશે તેને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે જેમાંની એક ચર્ચા એવી પણ છે કે સંગઠનમાં હાલ મહામંત્રી તરીકેના હોદ્દાઓ સ્વભાવતા નેતામાંથી પ્રમુખ બની શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે વહી મર્યાદા અને વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે જેમાં સૌથી વધુ ચર્ચાઓ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની થઈ રહી છે એમાં તમામ કાર્યકર્તાઓમાં સાથે લઈને ચાલે અને સંગઠન કરી શકે તેવા હોનહાર નેતાની શોધ પણ થઈ રહી છે .

ભુરાલાલ શાહ રિપીટ કે પછી  નિગમમાં કોઈક સ્થાને ગોઠવણી કે પછી મહાનગરપાલિકામાં ?

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત માળખું આપનાર ભુરાલાલ શાહ નું યોગદાન નવસારી જિલ્લા માટે ખૂબ મહત્વનું રહ્યું છે તેમણે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને એક જૂઠ કરીને સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી છે માત્ર વાંચતા વિધાનસભા બેઠક જીતવા સિવાય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને તેમણે મજબૂત કરી છે. તેમની વયમર્યાદા અને પાર્ટીએ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ તેમને ફરીથી રીપીટ કરવામાં આવશે કે પછી નિગમમાં કોઈ જગ્યાએ ગોઠવવામાં આવશે કે પછી મહાનગરપાલિકામાં ચૂંટણી વખતે કોઈ જગ્યાએ ગોઠવણી કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

અશોકભાઈ ગજેરા બની શકે છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ !

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શાંતાદેવી રોડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અશોકભાઈ ગજેરા નું મહત્વનું રાજકીય યોગદાન રહ્યું છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે તેમણે ખૂબ મહત્વના યોગદાન આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં નવસારી સહિત ગુજરાત પ્રદેશમાં પણ મોટા રાજકીય માથા તરીકે ઉભરીને આગળ આવ્યા છે. તેમનું નામ પણ આગળ આવી રહ્યું છે. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની તન મન ધન થી સેવા કરી રહ્યા છે જેને લઇને તેમનો પણ નામ ચર્ચાઈ રહ્યું છે.

નવસારીના ત્રણ ધારાસભ્ય માંથી પણ જિલ્લા ભાજપ પ્રમુખ બની શકે !

છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે જેમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેનું સુકાન કદાચ જલાલપુર નવસારી અને ગણદેવી માંથી ત્રણ ધારાસભ્યો માંથી કોઈ એક ધારાસભ્યને પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનાવીને નવસારી જિલ્લાના સંગઠનના માળખાને મજબૂત કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી વિચારણા કરી શકે તેવી ચર્ચાઓ ઉચ્ચ રાજ્ય કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે.

જિલ્લામાં જાતીય સમીકરણને સમતોલ કરવા કોળી પટેલ ફેક્ટર શક્તિશાળી..

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં નરેશભાઈ પટેલ આદિજાતી ચેહરા તરીકે બે ટર્મ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારબાદ ભુરાલાલ શાહ ભારતીય જનતા પાર્ટીમાં મોટા રાજકીય માથા તરીકે સંગઠનાત્મક ભૂમિકા ભજવી ચૂક્યા છે હવે ફરીથી સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેવા સમયે જાતીય સમીકરણને બેલેન્સ કરવા માટે કોળી પટેલ ચહેરો પણ આવી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે નવસારી જિલ્લામાં રાજ્ય સમીકરણને આગળ ધપાવવા અને રાજકીય સોશિયલ મિકેનિઝમને બેલેન્સ કરવા માટે કોળી પટેલ ચહેરો પણ આવી શકે.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.