Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»Floods Reason : નવસારીને હવે આદત પડી ગઈ છે ! જાણો નવસારીમાં પૂર કેમ આવે છે?
નવસારી

Floods Reason : નવસારીને હવે આદત પડી ગઈ છે ! જાણો નવસારીમાં પૂર કેમ આવે છે?

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નદીઓ જે જિલ્લાને મળી હોય તો એ નવસારી જિલ્લો છે. અહીં મીંઢોળા, પૂર્ણા, અંબિકા અને કાવેરી મહત્વની નદીઓ છે. એ નવસારી જિલ્લામાંથી પસાર થાય છે જેના કારણે ખેતીવાડી માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. પરંતુ છેલ્લા કેટલાય સમય થી આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડી તુર બને છે. 1968 થી સિલસિલો યથાવત દર વર્ષે તૈયારી જ રાખવી પડે છે.
Atul RathodBy Atul RathodSeptember 6, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
floods occur in Navsari Monsoon Heavy Rain
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાની તમામ નદીઓ નવસારી જિલ્લાને ચોમાસા દરમિયાન અમાસ અને પૂનમની ભરતી વખતે પૂરના ખપ્પરમાં હોમી દે છે જેના કારણે નવસારી જિલ્લો પુરમાં ડૂબી જાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ તાપી સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પડતો હોય છે અને ડાંગ સુરત અને તાપી જિલ્લો એ પૂર્ણ અંબિકા કાવેરી અને મીંઢોળા નદીનો કેચમેન્ટ એરિયા ગણાય છે.

એમાં વરસાદ વરસતા ની સાથે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. એક સાથે 10 in થી વધુ વરસાદ પડશે તો નવસારી શહેર બીલીમોરા શહેર અને નદીકાંઠા વિસ્તારોને પુરમાં ડૂબી જવા મજબૂર થવું પડે છે. 1968 ની રેલથી શરૂ થયેલો સિલસિલો આજે પણ યથાવત છે 1968 ની રેલ વખતે નવસારી શહેરમાં ગંભીર સ્થિતિ નિર્માણ થઈ હતી.

1968 રેલ કરતા તો ઓછો જ વરસાદ નવસારી શહેરમાં આવે છે. અત્યાર સુધી યોગ્ય પગલાં ન લેવાના કારણે નવસારી શહેરનું પુર ટાળી શકાયું નથી. હવે લોકો પૂર સાથે જીવતા શીખી ગયા છે. સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થાય છે. પરંતુ દર વર્ષે બનેલા માળખા પ્રમાણે આશરે સ્થાનો બનાવી લોકોને રાખવામાં આવે છે. ખીચડી ખવડાવવામાં આવે છે. પાઉં બટાકા ખવડાવવામાં આવે છે. ફૂડ પેકેટો આપીને નગરપાલિકા કેસડોલ ચૂકવીને સંતોષ માની લે છે.

નવસારી માં પુર કેમ આવે છે ?

પૂર્ણા નદીનો કેચમેન્ટ એરિયા ગણાતા ડાંગ જિલ્લાના સુબીર અને મહારાષ્ટ્રનો નવાપુરનો ડુંગરાળ વિસ્તાર સાથે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેટલા ગામો ઢોલવણ તાલુકાના કેટલા ગામો વાલોડ બુહારી મહુવા વિસ્તારમાં પડેલો 20 ઇંચ થી વધુ વરસાદ નવસારી શહેરની પૂર્ણા નદીમાં પૂર લાવી દે છે.

સરકાર પાસે દક્ષિણના ગામડાઓમાં અને ડુંગરાળ વિસ્તારમાં પડતા વરસાદની માહિતી નથી હોતી…!

મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં જે પૂર આવે છે એના માટે ડુંગરાળ વિસ્તારમાં પડતો એકધારો વરસાદ 20 ઇંચ થી વધુ વરસાદ વરસે તો પૂર્ની સ્થિતિ નિર્માણ થાય છે એમાં પણ વરસાદ માપન માટે ના સ્થળો ડુંગર અને ગ્રામ્ય વિસ્તારોમાં નથી જેને લઈને કેટલો વરસાદ પડ્યો એનું આકલન લગાવી શકાતું નથી અને સરકાર સતર્ક થતી નથી અચાનક નદીઓની સપાટી વધ્યા બાદ જાહેર કરવામાં આવે છે.

લોકોને પોતાનો ઘર સામાન વક્રી સમેટવાનો મોકો મળતો નથી જેના કારણે પણ ધંધા રોજગારને અને ધ્યાનમાં લઈને નુકસાન થતું હોય છે. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ માપનની સિસ્ટમો લગાવી જરૂરી બની ગઈ છે.

floods Heavy Rain Monsoon Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.