લઘુ શંકા એ આવેલા એક વ્યક્તિએ મિલની અંદરથી મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ, એલસીબી ટીમ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી.
પ્રારંભિક તપાસમાં મૃત મહિલા હાઇવે આસપાસ કચરો વીણનારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પોલીસના અનુમાન મુજબ, મહિલાની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી હકીકત બહાર આવી શકે.
પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ આગળની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.
અવાવરૂ જગ્યામાંથી મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનું માહોલ છવાયો છે.
