નવસારી જિલ્લો વિવિધ રીતે પ્રગતિના પંથે જોડાયો છે જેમાં ખાસ કરીને રાજકીય રીતે આગળ વધેલા નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અગાઉ એક કરોડના ખર્ચે ઈન્દોરની એજન્સી સાથે ટાઈ અપ કરીને નવસારી જિલ્લામાં સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લાનું સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો હજારો ટન કચરો અને ગંદકી દૂર કરવામાં આવી હતી હાલ નવસારી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ તાલુકાઓમાં અધિકારીઓ ની ટીમોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરી રહી છે એમાં મંદિરોની સ્વચ્છતા બાબતે સૌથી વધુ જાગૃતિ લાવવા માટેનો પ્રયાસા કરવામાં આવ્યો છે ભગવાનની સાથે સ્વચ્છતાને જોડીને લોકોમાં જાગૃતિનો પ્રયાસ એક નવતર પ્રયોગ નવસારી જિલ્લામાં કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમાં બીલીમોરા નગરપાલિકા અગ્રેસર રહી છે
નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરા
સમગ્ર દેશમાં ચાલી રહેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીમીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. તંત્ર
તંત્ર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની એક સપ્તાહ સુધી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં બીલીમોરા શહેર દ્વારા મંદિરોની સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સ્વયંભૂ લોકો પોતાની રીતે મંદિરોની સ્પષ્ટતામાં જોડાયા છે.
બીલીમોરા શહેરમાં સૌથી વધુ ધાર્મિક સ્થળો.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સૌથી વધુ ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવીને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જળવાય એના માટેનું આંદોલન ઉપાડ્યું છે અને લોકો સ્વયંભૂ રીતે સ્વચ્છતામાં જોડાયા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા મહત્વના સંદેશાઓ લોકોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા છે જેનાથી લોકોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને બાળકોમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.